Home /News /kutchh-saurastra /

અમદાવાદ બાદ રાજકોટમાં! ભાજપનાં નેતાએ મહિલા સાથે કર્યો અભદ્ર વ્યવહાર

અમદાવાદ બાદ રાજકોટમાં! ભાજપનાં નેતાએ મહિલા સાથે કર્યો અભદ્ર વ્યવહાર

જેમાં મહિલા એન્કરે મેચમાં ઉપસ્થિત મહેમાનોનાં લિસ્ટમાં રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીને બદલે અરવિંદ પટેલ બોલ્યાં હતાં.

મેં બહેનને જોયા પણ નથી તેમની સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી મારા હિતશત્રુ દ્વારા આ પ્રકારનું કૃત્ય ઉભું કરવામાં આવ્યું છે.'

અંકિત પોપટ, રાજકોટ : રાજકોટનાં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચકચાર મચાવતી એક ઘટના બની છે. જેમાં મહિલા એન્કરે મેચમાં ઉપસ્થિત મહેમાનોનાં લિસ્ટમાં રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીને બદલે અરવિંદ પટેલ બોલ્યાં હતાં. જે બાદ રૈયાણી અને તેમના સાથી કોર્પોરેટર પીપળિયાએ મહિલા એન્કરને સ્ટેજ નીચે બોલાવીને તેનાં શર્ટનો કોલર પકડીને બેફામ અભદ્ર શબ્દો બોલ્યાં હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં તા.1થી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઇ હતી. જ્યાં રાજ્યની તમામ મહાનગરપાલિકાની મેયર તથા કમિશનરની ટીમો વચ્ચે મેચ રમાઇ રહ્યી છે. તા.6ને ગુરૂવારે રાત્રે રાજકોટ અમદાવાદ વચ્ચે યોજાયેલી મેચમાં ભાજપના ટોચના આગેવાનો ઉપસ્થિત હતા. ટૂર્નામેન્ટમાં તૃપ્તી શાહ નામની એન્કર હતાં. ગુરૂવારે રાત્રે મેચ દરમિયાન ઉપસ્થિત મહેમાનોના લિસ્ટની યાદી તૈયાર આપવામાં આવી હતી. આ યાદી પ્રમાણે એન્કર તૃપ્તી શાહે રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના નામનો ઉલ્લેખ ધારાસભ્ય અરવિંદ પટેલ તરીકે કર્યો હતો. રૈયાણીના બદલે પટેલ નામનો ઉચ્ચાર થતાં ધારાસભ્ય રૈયાણી અને વોર્ડ નં.4ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળિયા ગુસ્સે ભરાયા હતાં.

આ પણ વાંચો : અમદાવાદ બાદ રાજકોટમાં! ભાજપનાં નેતાએ મહિલા સાથે કર્યો અભદ્ર વ્યવહાર

બંને આગેવાનોએ મહિલા એન્કર તૃપ્તી શાહને સ્ટેજ પાછળ બોલાવીને અપશબ્દો બોલ્યા હતાં. કોર્પોરેટર પરેશ પીપળિયાએ તો મહિલા એન્કરના શર્ટનો કોલર પકડી અભદ્ર વર્તન કર્યું હતું. જે બાદ અન્ય લોકોએ આવીને ઘટનાને થાળે પાડી હતી.

જોકે આ આખા મામલામાં શુક્રવારે સવારે શહેર ભાજપના ટોચના આગેવાનો મહિલા એન્કરને જે હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં જઇને માફી માગી હતી. મહિલા એન્કર સમગ્ર ઘટનાથી સમસમી ગયા હતા અને ક્રિકેટ ટૂર્નામેન્ટ અધવચ્ચેથી જ છોડીને અમદાવાદ જવા નીકળી ગયા હતા. ભાજપના ટોચના આગેવાનોએ માફી માગતા તૃપ્તી શાહે પોલીસ ફરિયાદ કરી ન હતી.

'મારા હિતશત્રુ દ્વારા આ પ્રકારનું કૃત્ય ઉભું કરવામાં આવ્યું'

રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ આ મામલામાં કહ્યું કે, 'ગઈકાલે રાત્રી ટુર્નામેન્ટ હતી રાજકોટ અને અમદાવાદ વચ્ચે મેચ ચાલતી હતી. એનાઉન્સર દ્વારા 4થી 5 વાર અરવિંદ રૈયાણીની જગ્યાએ અરવિંદ પટેલ નામના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયા દ્વારા એનાઉન્સર પાસે લિસ્ટ માંગવામાં આવ્યું હતું. લિસ્ટમાં પટેલ નહિ પરંતુ રૈયાણીનો ઉલ્લેખ હતો તેમ છતાં એનાઉન્સર દ્વારા પટેલ શબ્દનો બોલવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેં તૃપ્તિબેન શાહને જોયા પણ નથી તેમની સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી મારા હિતશત્રુ દ્વારા આ પ્રકારનું કૃત્ય ઉભું કરવામાં આવ્યું છે.'
First published:

Tags: ખરાબ વર્તન, ગુજરાત, ધારાસભ્ય, ભાજપ, રાજકોટ

આગામી સમાચાર