રાજકોટ : ગરબા રમીને પરત આવતી 8 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ

આઠ વર્ષની દીકરી તેની દાદી સાથે ગઇકાલે શરદ પૂનમનાં ગરબા ગાઇને ઘરે આવતી હતી.

News18 Gujarati
Updated: October 14, 2019, 10:41 AM IST
રાજકોટ : ગરબા રમીને પરત આવતી 8 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ
સીસીટીવી ફૂટેજમાં ઘટના કેદ થઇ છે
News18 Gujarati
Updated: October 14, 2019, 10:41 AM IST
અંકિત પોપટ, રાજકોટ : શહેરનાં (Rajkot) ભોમેશ્વર વિસ્તારમાં આવેલા ભરવાડ પરામાંથી એક બાઇક ચાલકે 8 વર્ષની બાળકીનું અપહરણ (Kidnap) કરીને દુષ્કર્મ (rape) આચર્યું છે. મૂળ મધ્યપ્રદેશનાં પરિવારની આઠ વર્ષની દીકરી તેની દાદી સાથે ગઇકાલે શરદ પૂનમનાં ગરબા (Navratri) ગાઇને ઘરે આવતી હતી. જે દરમિયાન બાઇક સવારે તેનું અપહરણ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જે બાદ સીસીટીવી (CCTV) ફૂટેજનાં આધારે પોલીસે અપહરણકર્તાની શોધખોળ હાથ ધરી હતી.

બાઇક સવાર બાળકીને બેસાડીને ફરાર

આ મામલે પોલીસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, બાળકી તેનાં દાદી અને નાના ભાઈ સાથે આજે મોડી સાંજે ઘર નજીકની ગરબી ગઇ હતી. ત્યાંથી તેઓ પરત આવતા હતાં ત્યારે જ એરપોર્ટ ફાટક નજીકના વિસ્તારમાં પહોંચ્યા ત્યાં એક બાઈક સવાર આવ્યો હતો. જેણે વૃદ્ધને ચાલો ઘરે મુકી દઉં તેમ કહેતા દાદી બેસવા તૈયાર થયા હતાં. એટલામાં બાઈક સવાર અપહરણકારે બાળકીને બાઈકની આગળ બેસાડી દીધી હતી. જ્યારે દાદી અને પૌત્ર બાઈક પાછળ બેસે તે પહેલા જ બાઈક સવાર બાળકીને લઇને ભાગી ગયો હતો.

આ પણ વાંચો : તરુણ છોકરીઓએ શું કરવું ? સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટમાં આવી અપાય છે તાલીમ

બાળકીને એક દંપતી ઘરે મુકી ગયું

મળતી માહિતી પ્રમાણે આ બાળકીને બાઇક ચાલક રૈયા ગામ આગળ અવાવરૂં જગ્યાએ લઇ ગયો હતો અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દરમિયાન ત્યાંથી એક કારમાં દંપતી જઇ રહ્યાં હતાં ત્યારે તેમણે આ બાળકીને જોઇ અને કાર ઉભી રાખી હતી. તેમણે બાળકીનાં ઘરનું સરનામું પૂછ્યું હતું. તે જાણીને તેઓ તેના પરિવાર પાસે મુકી આવ્યાં હતાં.
Loading...

બાળકીને એકલી બેસાડીને બાઇક સવાર ફરાર થયો હતો.


આ પણ વાંચો : રાજકોટમાં વરસતા વરસાદમાં થઇ રહ્યું છે ડામર કામ, વીડિયો વાયરલ

અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો

આ મામલે પોલીસે અપહરણ સાથે દુષ્કર્મનો ગુનો નોંધીને બાઇક ચાલકની તપાસ હાથ ધરી છે. બાઇક ચાલક પર કલમ 363, 376 અને 504 અંતર્ગત ગુનો નોંધાયો છે. અપહરણકર્તા જાણભેદુ હોવાની શંકા સેવવવામાં આવી રહી છે.

First published: October 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...