'સાહેબ, મચ્છર સે ડર લગતા હૈ,' રાજકોટમાં બેડી યાર્ડ અને ગામમાં મચ્છરોનો હુમલો!


Updated: February 12, 2020, 2:24 PM IST
'સાહેબ, મચ્છર સે ડર લગતા હૈ,' રાજકોટમાં બેડી યાર્ડ અને ગામમાં મચ્છરોનો હુમલો!
તળાવમાં ગાંડીવેલથી મચ્છરોનો ઉપદ્રવ.

મચ્છરોનો ત્રાસ દૂર કરવામાં નહીં આવે તો બેડી યાર્ડ સાથે સંકળાયેલા તમામ એસોસિએશનોએ યાર્ડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

  • Share this:
રાજકોટ : શહેરના બેડી માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા ડેમમાં ગાંડીવેલ આવી જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સાંજ પડતાની સાથે જ મચ્છરોનું ઝૂંડ આ વિસ્તારમાં ફરી વળે છે, જેના કારણે મજૂરો કામ કરી શકતા નથી. મજૂરો જ નહીં પરંતુ બેડી ગામના લોકો પણ મચ્છરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

સ્થાનિકોનો આરોપ છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્રારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર ગાંડીવેલના નિકાલ અને મચ્છરોના ઉપદ્રવને દૂર કરી શકતું નથી. બીજી તરફ યાર્ડના સત્તાધીશોએ આ અંગે જિલ્લા પંચાયત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી છે અને મચ્છરોના ઉપદ્રવ દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જોકે, આરોગ્ય વિભાગના અધિકારીઓ ગાંડીવેલ દૂર કરવા સક્ષમ ન હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ લોકો આ અંગે અમદાવાદ અને અન્ય શહેરો પાસેથી મદદ લઇને આ ઉપદ્રવ દૂર કરે તેવી માંગ તંત્ર પાસે કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બેડી વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ આજકાલનો નથી પણ આ વિસ્તારના લોકો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ ત્રાસ સહન કરી રહ્યા છે.ફક્ત લોકો જ નહીં પણ મૂંગા પ્રાણીઓ પણ મચ્છરના ત્રાસને કારણે રોગિષ્ટ બની રહ્યા છે. હાલ આ મામલે વહિવટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જોકે, તંત્ર ગાંડીવેલ દૂર કરવામાં પાંગળુ સાબિત થઇ રહ્યુ છે. યાર્ડ સાથે સંકળાયેલા તમામ એસોસિએશને મચ્છરોનો ઉપદ્રવ દૂર નહીં થાય તો યાર્ડ બંધ કરવા સુધીની ચીમકી આપી છે.
First published: February 12, 2020, 2:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading