મચ્છરોથી થયેલી માથાકુટ બાદ રાજકોટ બેડી માર્કેટ યાર્ડ 10માં દિવસે શરુ થયું

News18 Gujarati
Updated: February 27, 2020, 6:37 PM IST
મચ્છરોથી થયેલી માથાકુટ બાદ રાજકોટ બેડી માર્કેટ યાર્ડ 10માં દિવસે શરુ થયું
રાજકોટ બેડી એપીએમસીની ફાઈલ તસવીર

આજે યાર્ડમાં છેલ્લા 9 દિવસથી પડતર પડેલી મગફળી સહિતની જણસીની હરરાજી કરવામાં આવી હતી. યાર્ડના સત્તાધીશોએ કડક કાર્યવાહી કરાતા યાર્ડની હડતાલ સમેટાયાનો દાવો કર્યો હતો.

  • Share this:
રાજકોટના (Rajkot) બેડી માર્કેટ યાર્ડમાં (Bedi APMC) 9 દિવસ બાદ હડતાલ સમેટાતા યાર્ડ ફરી ધમધમતું થયું છે. આજે યાર્ડમાં છેલ્લા 9 દિવસથી પડતર પડેલી મગફળી સહિતની જણસીની હરરાજી કરવામાં આવી હતી. યાર્ડના સત્તાધીશોએ કડક કાર્યવાહી કરાતા યાર્ડની હડતાલ સમેટાયાનો દાવો કર્યો હતો. બીજી તરફ એજન્ટોએ મુખ્યપ્રધાને આશ્વાસન આપતા હડતાલ સમેટી હોવાનો દાવો કર્યો હતો.

છેલ્લા નવ નવ દિવસથી બંધ પડેલું રાજકોટનું માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું હતું.બુધવારે યાર્ડના સત્તાધીશો દ્રારા કમિશન એજન્ટ એસોસિએશનની ઓફિસને તાળું મારી દેતા અને ત્રણ આગેવાનોને નોટીસ આપવામાં આવતા વેપારીઓ અને કમિશન એજન્ટો ઢીલા પડ્યા હતા અને યાર્ડ ફરી ચાલુ કરવાની તૈયારી દર્શાવી હતી.

જોકે યાર્ડ ચાલુ કરાવવાને લઇને પણ યાર્ડના સત્તાધીશો અને કમિશન એજન્ટ એસોસિએશનમાં વિરોધાભાષી નિવેદન જોવા મળ્યા હતા. કમિશન એજન્ટોએ મુખ્યપ્રધાનની ખાતરી બાદ યાર્ડ શરૂ કરવામાં આવ્યુ હોવાનો દાવો કર્યો હતો જ્યારે યાર્ડના સત્તાધીશોએ આને કડક કાર્યવાહીનું પરિણામ ગણાવ્યુ હતુ,

આ પણ વાંચોઃ-'હું જીવતી છું', બે વર્ષથી સાબિત કરવામાં લાગી છે મહિલા, વાત માનવા તૈયાર નથી અધિકારીઓ

બીજી તરફ હડતાલની સૌથી વધારે માઠી અસર ખેડૂતોને પડી છે. ખેડૂતો જે ઉપજ વેચવા માટે આવ્યા હતા તે નવ નવ દિવસ ધુળ ખાય રહી હતી એટલુ જ નહિ નવ દિવસ સુધી ખેડૂતોની ઉપજને પશુ પક્ષીઓએ નુકશાન પહોંચાડ્યુ હતુ સાથે સાથે કેટલીક મગફળીઓની બોરી પણ ગુમ થઇ હોવાની ઘટના સામે આવી હતી જેના કારણે ખેડૂતોને નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ-ઘરે બેઠા કરી શકો છો ચાર ધામ મંદિરની આરતી, Jio ટૂંક સમયમાં કરશે જીવંત પ્રસારણબેડી માર્કેટ યાર્ડમાં પહેલા જે જણસી પડેલી છે તેનો નિકાલ કરવામાં આવશે અને ત્યારબાદ બીજી આવક કરવામાં આવશે.નવ દિવસથી યાર્ડ બંધ રહેતા કરોડો રૂપિયાના ટર્ન ઓવર અટકી ગયું હતુ ત્યારે આજે ફરી યાર્ડ ધમધમતુ થતા યાર્ડના સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો છે જો કે મચ્છરોના ત્રાસના વિરોધથી શરૂ થયેલી માથાકૂટમાં રાજકીય રંગ ભળી ગયો છે.

આ પણ વાંચોઃ-OMG! કિન્નર સાથે રહેવું ભારે પડ્યું ઉત્તર પ્રદેશના યુવકને, ગુમાવવું પડ્યું ગુપ્તાંગ

ત્યારે રાજકીય રંગમાં રંગાયેલા આગેવાનો ખેડૂતોના ભોગે ફરી કોઇ નવો મુદ્દો ઉભો ન કરે અને શાંતિથી યાર્ડનું કામકાજ ચાલુ કરવા દે તે એટલુ જ જરૂરી છે. તો સમગ્ર મામલે યાર્ડના દલાલ એસોસીએસનના પ્રમુખ અને ઉપ પ્રમુખે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर