Home /News /kutchh-saurastra /

રક્તરંજિત રાજકોટઃ છેલ્લા બે દિવસમાં હત્યાના ત્રણ બનાવ, ચાર મોત

રક્તરંજિત રાજકોટઃ છેલ્લા બે દિવસમાં હત્યાના ત્રણ બનાવ, ચાર મોત

બે દિવસમાં હત્યાના ત્રણ બનાવ બન્યા છે

રમેશ નામના પિતાએ પોતાના બે બાળકોને સૌપ્રથમ પાણીના ટાંકામા નાંખી બંનેની હત્યા કરી. બાદમાં પાડોશીના ઘરમાં જઈ પોતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

રાજકોટઃ છેલ્લા કેટલાય સમયથી રંગીલા રાજકોટને સૌરાષ્ટ્રના ક્રાઈમ કેપિટલ તરીકેનું બિરુદ આપવામા આવ્યું છે. ત્યારે રંગીલા ગણાતા રાજકોટ શહેરમા છેલ્લા બે દિવસમા હત્યાના  ત્રણ બનાવ બન્યા છે. હત્યાના બે બનાવો પૈકી એક બનાવમા તો ખુદ પિતાએ જ પોતાના બે પુત્રોની હત્યા કરી છે. બીજા બનાવમા બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતમા હત્યા કર્યાનો છે.

પ્રથમ ઘટનાઃ

રમેશ નામના પિતાએ પોતાના બે બાળકોને સૌપ્રથમ પાણીના ટાંકામા નાંખી બંનેની હત્યા કરી. બાદમાં પાડોશીના ઘરમાં જઈ પોતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. જતાં જતાં સુસાઈડ નોટમાં પોતાની પત્નીના આડાસંબંધોની વાત લખી હતી. જેમાં પોતાની પત્ની અલ્પા તેનો પ્રેમી કાર્તિક અને ઈલેક્ટ્રિશયન કાળુને આજીવન કેદ થાય તેવો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે આ કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો પણ દાખલ કરવામા આવ્યો છે.

બીજો બનાવઃ

જયરાજસિંહ જાડેજા પોતાના ઘરેથી નીકળી પોતાના મિત્રોને મળવા જતો હતો. ત્યારે રસ્તામાં જ તેનું બાઈક અજય વાળા નામના શખ્સ સાથે અથડાતા બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી. બાદમાં બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ સામાન્ય બાબતમાં શરૂ થયેલી ઝપાઝપીમાં જયરાજસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી છે. આ દરમિયાન જયરાજસિંહ જાડેજાના ભાઈ ઋતુરાજને પણ હાથના ભાગે ઈજા થતા હાલમાં તે સારવાર હેઠળ છે.

જયરાજસિંહ જાડેજા પોતે NSUIના મંત્રી હોવાથી ઘટનાની જાણ થતા NSUI સાથે જોડાયેલા સ્ટુડન્ટ્સના ટોળે ટોળાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા હતાં. બીજી બાજુ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી અજયવાળા પોતે ગુનાહિત ઈતિહાલ ધરાવે છે. જયરાજસિંહ જાડેજાની હત્યા માત્ર બાઈક અથડાવવાથી જ થઈ છે કે કોઈ બીજી વાત કારણભૂત છે તે આરોપીઓ પકડાયા બાદ જ માલુમ પડશે.
First published:

Tags: Saurashtra

આગામી સમાચાર