Home /News /kutchh-saurastra /

લૉકડાઉન ખૂલતા જ રાજકોટ લોહિયાળ થયું, છરીના ઘા ઝીંકી મહિલાની કરપીણ હત્યા

લૉકડાઉન ખૂલતા જ રાજકોટ લોહિયાળ થયું, છરીના ઘા ઝીંકી મહિલાની કરપીણ હત્યા

મૃતક મુમતાઝબેનની ફાઇલ તસવીર

દેરાણી-જેઠાણી પર પડોશી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

રાજકોટ : રાજકોટના ગાંધીગ્રામના નાણાવટી ચોક આરએમસી આવાસ કવાર્ટર માં રહેતાં મુમતાઝબેન હનીફભાઇ જૂણેજા તથા તેમના દેરાણી શબાનાબેન પર ૧ જુનના પડોશમાં જ રહેતાં હુશેન ઢીંગી, તેના પત્નિ જીન્નતબેન, પુત્રી નાઝમીન અને પુત્ર સદામે કૂકરના ઢાંકણા, પાઇપ અને છરીથી હુમલો કરતાં દેરાણી-જેઠાણી બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં જેઠાણી મુમતાઝબેનને છરીના ઘાથી વધુ ઇજા પહોંચી હોવાથી દાખલ કરાયા હતાં અને દેરાણીને પ્રાથમિક સારવાર અપાઇ હતી. સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતુકે તેવો શાકભાજીની લારીએ બકાલુ લેતી હતી ત્યારે તેના દેરાણી શબાનાબેન ગેઇટની અંદર પહેલા બ્લોક પાસે આવતાં ત્યાં પહેલા બ્લોકમાં જ રહેતાં પરિવારે દેરાણી સાથે ઝઘડો કરતાં હતાં અને માર માર્યો હતો.

જેને બચાવવા જતા તેના પર પણ હુમલો કરાયો હતો. મહત્વનું છેકે અગાઉના ઝઘડાનો ખાર રાખી માથાકુટ કરવામાં આવી હતી. પોલીસે ઉપરોકત ફરિયાદને આધારે આરોપીઓને ગઇકાલે જ સકંજામાં લેવા તજવીજ કરી હતી. ત્યારથી મુમતાઝબેન સારવાર હેઠળ હતાં. દરમિયાન આજે મુમતાઝબેને દમ તોડી દેતાં બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરવા કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :  ગુજરાત માટે સારા સમાચાર! ચોમાસું બેસે તે પહેલાં સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો

હત્યાનો ભોગ બનેલા મુમતાઝબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવથી સ્વજનોમાં માતમ છવાઇ ગયો હતો. અગાઉ મુમતાઝબેનની દેરાણીની સામે જોવા મામલે માથાકુટ થયેલી હતી.  જે દિવસે મુમતાઝબેન અને તેના દેરાણી શબાનાબેન પર હુમલો થયો ત્યારે એવો આક્ષેપ કરાયો હતો કે શબાનાબેન કપડા ધોતી હતી ત્યારે તેની સામે જોતાં અગાઉ માથાકુટ થઇ હતી. ત્યારથી આ પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. તેના કારણે જ પરમ દિવસે ફરીથી ડખ્ખો થયો હતો અને મારામારી થઇ હતી.




Published by:Jay Mishra
First published:

Tags: Lockdown, Rajkot police, Saurashtra, Woman, ગુનો, રાજકોટ, હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन