પિતા રાજકોટમાં ચલાવે છે કરિયાણાની દુકાન, દિવ્યાંગ પુત્રને મળ્યું 18 લાખનું પેકેજ

News18 Gujarati
Updated: October 27, 2018, 9:16 PM IST
પિતા રાજકોટમાં ચલાવે છે કરિયાણાની દુકાન, દિવ્યાંગ પુત્રને મળ્યું 18 લાખનું પેકેજ
ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટીંગ ઓફ ઈન્ડિયા દર છ મહિને ભારતના ચાર મુખ્ય શહેરોમાં તેના પરિણામો આવ્યા પછી કેમ્પસ પ્લેસમેન્ટમાં પસંદગી

ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટીંગ ઓફ ઈન્ડિયા દર છ મહિને ભારતના ચાર મુખ્ય શહેરોમાં તેના પરિણામો આવ્યા પછી કેમ્પસ પ્લેસમેન્ટમાં પસંદગી

  • Share this:
થોડા દિવસ પહેલા જ મુંબઇમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)નું પ્લેસમેન્ટ થયું છે. જેમાં મૂળ રાજકોટના દિવ્યાંગ એવા જસ્મિન કુબાવતને ઓએનજીસીમાં રૂપિયા 18 લાખનું પેકેજ મળ્યું હતું. જસ્મિનના પિતા રાજકોટમાં કરિયાણાની દુકાન ચલાવે છે જ્યારે માતા ગૃહિણી છે. આ ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓને સરેરાશ રૂપિયા 6થી 8.50 લાખના પેકેજ મળ્યા હતા. અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટ્સ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. જેમાં જૂન-2018માં પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને જોબ ઓફર આપવા માટે 6 કંપનીઓ આવી હતી.

ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટીંગ ઓફ ઈન્ડિયા દર છ મહિને ભારતના ચાર મુખ્ય શહેરોમાં તેના પરિણામો આવ્યા પછી કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરે છે. અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટ્સ પણ દર છ મહિને કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરે છે. હાલમાં મુંબઈમાં થયેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં અમદાવાદના 14 વિદ્યાર્થીની પસંદગી થઈ હતી. જેમાં જસ્મિન તુલસીભાઈ કુબાવતને ONGCએ વાર્ષિક રૂ. 18 લાખનું પેકેજ ઓફર કર્યું છે.

જ્યારે બાકીના વિદ્યાર્થીઓને સરેરાશ રૂપિયા 6થી 8.50 લાખના પેકેજ ઓફર થયા છે. અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટ્સ દ્વારા 26 અને 27 ઓક્ટોબરે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂન-2018ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. આ પ્લેસમેન્ટ માટે એસ્ટ્રલ પોલિટેકનિક લિમિટેડ, ખીમજી રામદાસ પ્રા.લી., કેવિન પ્રોસેસ ટેક્નોલોજી પ્રા.લી., પી.કે. પ્લાસ્ટિક ઈન્ટરનેશનલ પ્રા.લી., કેર રેટીંગ્સ લિમિટેડ તથા બી.ફ્રી. કંપનીઓ વિદ્યાર્થીઓને પસંદ કરવા માટે પ્લેસમેન્ટમાં આવશે.
First published: October 27, 2018, 9:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading