Home /News /kutchh-saurastra /

કરોડોની સંપત્તિ અને વૈભવી જીવન છોડ્યું, રાજકોટની દીકરી બનશે સાધ્વી

કરોડોની સંપત્તિ અને વૈભવી જીવન છોડ્યું, રાજકોટની દીકરી બનશે સાધ્વી

શેઠ પરિવારની લાડકી ઉપાસનાબેન સંજયભાઈ શેઠ પોતાની વૈભવી જીવનશૈલી છોડી પ્રભુ મહાવીરની ‘ઉપાસના’ કરવા તત્પર

શેઠ પરિવારની લાડકી ઉપાસનાબેન સંજયભાઈ શેઠ પોતાની વૈભવી જીવનશૈલી છોડી પ્રભુ મહાવીરની ‘ઉપાસના’ કરવા તત્પર

    કહેવાય છે કે સંયમનો માર્ગ અપનાવવા માટે જીવનની તમામ શુખ સુવિધા છોડવી પડે છે, જે સામાન્ય પરિવારમાંથી આવે છે તેમના માટે સંયમનો માર્ગ અપનાવવો સરળ હોય છે, પરંતુ પૈસે ટકે સુધી પરિવારમાંથી આવતા લોકો માટે સંયમનો માર્ગ થોડા મુશ્કેલ છે. પરંતુ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સિદ્ધ કરી છે રાજકોટના શેઠ પરિવારની એક મહિલાએ. આવો જાણીએ કોણ છે આ મહિલા.

    અહીં ક્લિક કરી વાંચો શું આ ફિલ્મ જોયા બાદ મોબાઈલનો ઉપયોગ કરવાનું છોડી દેશે લોકો ?

    રાજકોટમાં સ્થિત શેઠ પરિવારની લાડકી ઉપાસનાબેન સંજયભાઈ શેઠ પોતાની વૈભવી જીવનશૈલી, માસિક એક લાખથી વધુનો ખર્ચ, અનેક વિદેશ પ્રવાસ, 32 જાતના પકવાન, કરોડોની સંપત્તિ, બ્રાન્ડેડ વસ્તુઓ અને ફેશનેબલ કપડાઓ સહિતની તમામ લક્ઝૂરી વસ્તુઓનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરની ‘ઉપાસના’ કરવા તત્પર છે.

    આગામી 9મી ડિસેમ્બરે નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાનાર છે, આ મહોત્સવમાં શુખી સંપન્ન એવા શેઠ પરિવારની લાડકવાયી દીકરી ઉપાસના પણ દીક્ષા ગ્રહણ કરશે. બી.કોમ.નો અભ્યાસ કરીને મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધી પિતાનો દીકરી બની બિઝનેસમાં મદદ કરવાને બદલે સંયમના માર્ગે જઈ સ્વની સાથે અનેક લોકોનું કલ્યાણ કરવાની નેમ લઇ લીધી છે.

    આ મહોત્સવમાં જૈનો તો આવશે જ પરંતુ શહેરના 20 હજાર જૈનેતરોને પણ દીક્ષા મહોત્સવના સાક્ષી બનવા નોતરું અપાયું છે. પિતા સંજયભાઈ અને માતા હેતલબેને અંતરભાવથી આશીર્વાદ સહ દીક્ષાની અનુમતિ આપી છે.

    બી.કોમ.નો અભ્યાસ કરીને મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધી પિતાનો દીકરી બની બિઝનેસમાં મદદ કરવાને બદલે સંયમના માર્ગે


    સંસારિક જીવન દરમિયાન ઉપાસનાબેને અવનવા ફેશનેબલ કપડાં પહેરીને કાર અને ફ્લાઈટમાં દેશ-વિદેશનો પ્રવાસ કર્યો છે. આકર્ષક શૂઝ, કપડામાં વિવિધતા સાથે ઠેર ઠેર સહેલીઓ અને પરિવાર સાથે પ્રવાસ ખેડ્યો છે.

    સંયમના માર્ગે જનારી દરેક વ્યક્તિએ કેટલીક વસ્તુઓ અને વાહનનો ત્યાગ કરવાનો હોય છે. દીક્ષા લીધા બાદ માત્ર સફેદ વસ્ત્રો જ પરિધાન કરવાના હોય છે. કોઈપણ જગ્યાએ ખુલ્લા પગે પગપાળા જ વિહાર કરવાનો હોય છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Daughter Being a Saint, Jain, Sanjay seth, Sheth family, Upasana sheth, ઉપાસના શેઠ, દિક્ષા, રાજકોટ, સાધવી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन