મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : દેશભરમાં(Nationwide) આજે બેંક કર્મચારીઓ(Bank employees) દ્વારા વિવિધ માંગોને લઈને હડતાળ(Strike) કરવામાં આવી છે. રાજકોટનાં (Rajkot) જ્યુબિલિ નજીક બેંક ઓફ બરોડા (Bank of Baroda)કચેરી બહાર 500 જેટલા બેંક કર્મચારીઓ(Bank employees) એકઠા થયા હતા. અને શરીર પર અલગ-અલગ બેનરો(Banners) લગાડીને વિરોધ(Protest) પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે સાથે જ અલગ-અલગ 22 માંગણીઓને(22 Demands) લઇને એનપીએસ બંધ કરો તેમજ મોંઘવારી(Inflation) સાથેની જૂની પેન્શન યોજના(Pension plan) ફરી શરૂ કરો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તકે બેંકના મહિલા કર્મચારીઓએ(Women employees)પણ સરકાર વિરોધી(Anti-government) અને વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi) વિરોધી સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ(Resentment) વ્યકત કર્યો હતો.
આ પણ વાંચો: નવસારીમાં ટ્રકે ટક્કર મારતા નોકરી જતી 7 વર્ષના પુત્રની માતાનું કમકમાટી ભર્યું મોત
આ અંગે બેંકના આસિસ્ટન્ટ સેક્રેટરી જતીન ધોળકિયા દ્વારા જણાવાયું હતું કે, શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. અને NPS બંધ કરવા, જૂની પેંશન યોજના લાગુ કરવા સહિતની 22 જેટલી વિવિધ માંગોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ચાલી રહેલી બેંક હડતાળને કારણે કરોડોનાં વ્યવહારો અટકી પડતા અર્થતંત્રને મોટું નુકસાન થવાની શક્યતા છે. ત્યારે સરકાર આ મામલે તાત્કાલિક પગલાં લે તે જરૂરી બન્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bank, Bank of baroda, રાજકોટ, હડતાલ