રાજકોટ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ: 9000 નકલી કાર્ડ બન્યા, 21 કર્મચારી સસ્પેન્ડ કરાયા


Updated: January 9, 2020, 9:18 PM IST
રાજકોટ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ: 9000 નકલી કાર્ડ બન્યા, 21 કર્મચારી સસ્પેન્ડ કરાયા
પ્રતિકાત્મક તસવીર

સોફ્ટવેરમાં રહેલી ક્ષતીનો દુર ઉપયોગ કરીને ઓપરેટરોએ જેમનું લીસ્ટમાં નામ નથી તેવા લોકોને પણ કાર્ડ કાઢી આપ્યા હોવાનુ સામે આવ્યું

  • Share this:
રાજકોટ જીલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. જીલ્લામા 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેને આધારે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌભાંડ આચરનારા 21 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં એક જ પરિવારનાં નામે 250થી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે તપાસનાં આદેશ સરકારે આપ્યા હતા.

જે કમિટી દ્વારા 21 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કમિટી દ્વારા કૌભાંડ આચરનારા ઓપરેટરો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવશે. જોકે હાલ જીલ્લા આરોગ્ય વિભાગે સાયબર સેલની મદદથી કેટલા કાર્ડ કાઢવામાં આવ્યા અને કોની એચએચઆઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સહિતનાં મુદ્દાની તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લા આરોગ્ય અધીકારીએ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેન્દ્ર સરકારે યાદી મોકલી હોય. તેમને જ આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. પરંતુ સોફ્ટવેરમાં રહેલી ક્ષતીનો દુર ઉપયોગ કરીને ઓપરેટરોએ જેમનું લીસ્ટમાં નામ નથી તેવા લોકોને પણ કાર્ડ કાઢી આપ્યા હોવાનુ સામે આવ્યું છે.

ઓપરેટરોને એચએચઆઇડી આપવામાં આવ્યું હોય છે. જેમાં લોગ ઇન કરીને જેના પરીવારનું નામ યાદીમાં છે તેને જ કાર્ડ કાઢવાનાં હોય છે. પરંતુ ઓપરેટરો સોફ્ટવેરની ખામીનો દુરઉપયોગ કરીને ભળતી અટક વાળા પરીવારનાં આઇડીમાં અન્ય લોકોને એડ કરીને ગેરકાયદેસર કાર્ડ કાઢી આપતા હોવાનું સામે આવ્યું હતું. આવા 9 હજાર કરતા વધુ કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો 9 હજાર જેટલા નકલી કાર્ડ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે ફરીથી કાર્ડ કાઢી આપવાની તૈયારી પણ દર્શાવી હતી.
First published: January 9, 2020, 9:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading