રાજકોટ: દોઢ વર્ષનો બાળકને ઓડી કાર નીચે કચડાયો, ચાલક ચાલુ કારે મોબાઇલમાં વાત કરતાં નાસી ગયો

રાજકોટ: દોઢ વર્ષનો બાળકને ઓડી કાર નીચે કચડાયો, ચાલક ચાલુ કારે મોબાઇલમાં વાત કરતાં નાસી ગયો
તસવીર: દોઢ વર્ષનો વંશ અને સીસીટીવી દ્રશ્ય.

Rajkot Audi driver crushes toddler: અકસ્માતમાં ઘવાયેલા દોઢ વર્ષના માસૂમ બાળકે ટૂંકી સારવારમાં દમ તોડ્યો, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી.

  • Share this:
રાજકોટ:  રાજકોટના ભક્તિનગર સર્કલ (Bhatkitnagar Circle) નજીક એક હચમચાવી દેતી ઘટના બની હતી. અહીં એક ઓડી કાર ચાલકે મોબાઇલ પર વાત કરતાં કરતાં એક દોઢ વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. દોઢ વર્ષનો બાળકો રમતાં રમતાં ઓડી કાર પાસે પહોંચી ગયો હતો. કાર ચાલકે (Audi car driver) અચાનક કાર ચાલુ કરતી દેતા બાળક નીચે કચડાયો હતો. બાળકને કચડી નાખ્યા બાદ ઓડી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. આ મામલે ભક્તિનગર પોલીસે (Bhaktinagar Police) ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કાર નીચે કચડાયેલા બાળકે હૉસ્પિટલ (Hospital)માં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.

દોઢ વર્ષના બાળકનું નામ વંશ સુરેલા છે. જ્યારે ઓડી કાર ચાલકની ઓળખ યશ વિમલભાઈ બગડાઈ (ઉં.વ.19) તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના ભક્તિનગર સર્કલ નજીક ચાલુ કારે મોબાઇલ પર વાત કરતાં કરતાં ચાલકે બાળકને ઠોકરે ચડાવી નાસી ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા દોઢ વર્ષના માસૂમ બાળકે ટૂંકી સારવારમાં દમ તોડ્યો છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલકની ધરપકડ કરી હતી. જે બાદમાં તેનો જામીન પર છૂટકારો થયો હતો.આ પણ વાંચો: કાતિલ ઠંડી: ડીસામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; આબુમાં માઇનસ 4.05 ડિગ્રી તાપમાનથી બરફની ચાદર છવાઈ

આ અંગે વધારે માહિતી પ્રમાણે ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની રેંકડી ઊભી રાખી વેપાર કરતા જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે ભક્તિનગર સર્કલે શાકભાજીના થડે હતા. તેઓ ધંધામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો દોઢ વર્ષનો પુત્ર વંશ રેંકડી નજીક રમતો હતો.

આ સમયે કાર ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતાં કરતાં ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી વંશને ઠોકરે ચડાવ્યો હતો. બાળકને ઠોકરે ચડાવ્યા બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. પુત્ર વંશ કારની ઠોકરે ચડ્યાની ખબર પડતા જગદીશભાઇ અને તેની પત્ની દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા પુત્ર વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.

સિવિલ ખાતે દોઢ વર્ષના વંશે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:December 29, 2020, 12:57 pm