રાજકોટ: PSI રાણા પર ઘાતક છરાથી હુમલો, હાજર લોકોએ હુમલાખોરને ઝડપી આપ્યો મેથીપાક, ઘટના Videoમાં કેદ

રાજકોટ: PSI રાણા પર ઘાતક છરાથી હુમલો, હાજર લોકોએ હુમલાખોરને ઝડપી આપ્યો મેથીપાક, ઘટના Videoમાં કેદ
પીએસઆઈ પર છરાથી હુમલો

ઘટના સ્થળ પર વિજિલન્સનો સ્ટાફ 5થી વધુ સંખ્યામાં હતો તેમ છતાં નવાઝે એક વખત નહિ પરંતુ અનેક વખત પીએસઆઇ રાજદીપ સિંહ રાણા પર હુમલો કર્યો

  • Share this:
રાજકોટમાં ખુદ પોલીસ પર ઘાતક હથિયાર વડે હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. બુધવારના રોજ રાજકોટ નાના મોવા રોડ પર આવેલ શાસ્ત્રીનગર પાસે રાજકોટ મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે ફ્રુટ વેચનારા નવાઝ નામના શખ્સે દબાણ હટાવ શાખાના પીએસઆઇ રાજદીપ સિંહ રાણા હાથ પર છરો મારી હુમલો કર્યો હતો.

હાથ પર છરો વાગતા પીએસઆઇના હાથના ભાગેથી લોહી પણ વહેતું થયું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે વિજિલન્સ ની ટીમ દ્વારા તાલુકા પોલીસ ને જાણ કરવામાં આવતા. તાલુકા પોલીસ દ્વારા આરોપી નવાઝ ની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હાલ આ સમગ્ર મામલે આરોપી નવાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.લગ્નમાં 100 લોકોને જ મંજૂરી: 'દીકરીના લગ્નની 300 કંકોત્રી વહેંચી દીધી, હવે ના કોને પાડવી?'

લગ્નમાં 100 લોકોને જ મંજૂરી: 'દીકરીના લગ્નની 300 કંકોત્રી વહેંચી દીધી, હવે ના કોને પાડવી?'

ઘટના સ્થળ પર વિજિલન્સનો સ્ટાફ 5થી વધુ સંખ્યામાં હતો તેમ છતાં નવાઝે એક વખત નહિ પરંતુ અનેક વખત પીએસઆઇ રાજદીપ સિંહ રાણા પર હુમલો કર્યો હતો. જે બનાવ કેમેરામાં કેદ પણ થવા પામ્યો છે.

સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ,, કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પાણીના ભાવે વેંચી દેવાઈ!

સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ,, કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પાણીના ભાવે વેંચી દેવાઈ!

ત્યારે સમગ્ર મામલે ઈજાગ્રસ્ત રાજદીપ સિંહ રાણા એ ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું હતું કે, આરોપી નવાઝની રેકડી રોડ પર હોઈ જેથી દબાણ હટાવ શાખા દ્વારા તેની રેકડી કબજે કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.

આ સમયે આરોપી નવાઝ ઉશ્કેરાય જતા તેને મારા હાથના કાંડા ના ભાગે ઘાતક છરો માર્યો હતો. જે બાદ સ્થળ પર હાજર લોકો એ પણ તેને મેથીપાક ચખાડ્યો હતો.
Published by:kiran mehta
First published:November 25, 2020, 22:12 pm