રાજકોટમાં ઐતિહાસિક મેરેથોનને સીએમ રૂપાણીએ કરાવ્યું પ્રસ્થાન

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 11:33 AM IST
રાજકોટમાં ઐતિહાસિક મેરેથોનને સીએમ રૂપાણીએ કરાવ્યું પ્રસ્થાન
રાજકોટઃરાજકોટમાં ઐતિહાસિક મેરેથોન-2017નો સીએમ વિજય રૂપાણીએ વહેલી સવારે પ્રસ્થાન કરાવ્યું હતું.રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે મેરેથોન-2017નું આયોજન કરાયું છે.એશિયાની બીજા નંબરની સૌથી મોટી મેરેથોન આજે રાજકોટ ખાતે યોજાઈ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 11:33 AM IST
રાજકોટઃરાજકોટમાં ઐતિહાસિક મેરેથોન-2017નો સીએમ વિજય રૂપાણીએ વહેલી સવારે પ્રસ્થાન કરાવ્યું હતું.રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે મેરેથોન-2017નું આયોજન કરાયું છે.એશિયાની બીજા નંબરની સૌથી મોટી મેરેથોન આજે રાજકોટ ખાતે યોજાઈ છે.
રેસકોર્સ મેદાન પર 63,594 લોકોએ મેરેથોનમાં ભાગ લીધો છે.રંગીલુ રાજકોટ મેરેથોનના રંગે રંગાયું છે.કલેક્ટર ડૉ.વિક્રાંત પાન્ડે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા.મ્યુનિ. કમિશનર બી.એન.પાની, ક્રિકેટર ચેતેશ્વર પુજારા,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર જૈનમ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

એશિયાની બીજા નંબરની સૌથી મોટી મેરેથોન આજે રાજકોટમાં યોજાઈ હતી. રાજકોટના રાજમાર્ગો પર જ્યાં જોવો ત્યાં દોડતા લોકો જ નજરે પડી રહ્યા છે. શહેરના મુખ્ય ૯ જેટલા માર્ગો પર ૬૩૦૦૦ થી વધુ લોકો દોડ્યા હતા અને જાણે કે રાજકોટ મેરેથોનમય બન્યું હોઈ તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. ઈટીવી ન્યુઝ આપને બતાવી રહ્યું છે મેરેથોનના આકાશી અને જમીની દ્રશ્યો. આજનો દિવસ રાજકોટ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો છે.

મહામેરેથોન ચાર અલગ અલગ કેટેગરીમાં યોજાઇ હતી. મહા મેરેથોનને લીમકા બુકમાં દાવેદારી કરાશે.ચેતેશ્વર પુજારા મેરેથોન દોડના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જારાએ દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.જાણીતા ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા.

તામિલનાડુથી આવ્યા સ્પર્ધકો
મેરેથોનમાં હિમોફિલીયાના દર્દી ડૉ. ઓલ્વિન તામિલનાડૂથી ભાગ લેવા આવ્યા હતા.19મી વખત ડૉ. ઓલ્વિન લેશે મેરેથોનમાં ભાગ લીધો છે.ડૉ. ઓલ્વિન 42 કિમીની મેરેથોન 4 કલાકમાં પૂર્ણ કરશે.
First published: February 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर