રાજકોટ : BJP અગ્રણી આરિફ ચાવડાની હત્યાના કેસમાં આરોપીઓ ઝડપાયા, ખૂનનું રહસ્ય ખુલ્યું


Updated: August 5, 2020, 4:34 PM IST
રાજકોટ : BJP અગ્રણી આરિફ ચાવડાની હત્યાના કેસમાં આરોપીઓ ઝડપાયા, ખૂનનું રહસ્ય ખુલ્યું
રવિવારની રાત્રે આરિફ ચાવડાની હત્યા પહેલાં ખેલાયો હતો ખૂની ખેલ

રવિવારે રાત્રે ભાજપના અગ્રણી આરિફ ચાવડાનું કાસળ કાઢી નાખનારા આરોપીઓ અન્ય કોઈ નહીં પરંતુ તેમના પાડોશી જ નીકળ્યા?

  • Share this:
રાજકોટમાં (Rajkot) રવિવારે રાત્રે નામચીન શખ્સ આરીફ ચાવડાની (Arif chawda) તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. જે બાદ રાજકોટ થોરાળા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને રાઉન્ડઅપ કરી તેમની અટકાયત કરી હતી. રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો (accused of aarif chawada murder case) રાજકોટ શહેર મુસ્લિમ ભાજપ અગ્રણી તેમજ નામચીન શખસ એવા આરીફ ચાવડાની હત્યા થઈ હોવાના સમાચાર વાયુવેગે સમગ્ર શહેરમાં  પ્રસરાયા હતા. દરમિયાન આ હત્યાકેસમાં ચોંકાવનારી( BJP leader) બાબત સામે આવી છે. આરોપીઓ અને મૃતકને ખાટી છાશમાંથી પનીર બનાવવાની બાબતે ઝઘડો થતો હતો.  આ જ અદાવતમાં ચાવડાનું કાસળ કાઢીનાખનારા ઝડાપાયા છે. `

ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો પંચનામા સહિતની કાર્યવાહી કરી આવ્યા બાદ પોલીસ (BJP leader) દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આડોશ પાડોશના લોકોના જણાવ્યા પ્રમાણે હત્યા બીજા કોઈએ નહીં પરંતુ પાડોશમાં જ રહેતા પરિવારના ચાર જેટલા સભ્યોએ કરી હોવાનું સામે આવ્યું હતું.

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જુદાજુદા પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પોતાની ડેરીમાં ખાટી છાશ માંથી પનીર બનાવતા હતા જે બાબત તે દુર્ગંધ આવતી હોવાથી એકાદ વર્ષથી બંને પક્ષે માથાકૂટ ચાલતી રહેતી હતી.

આ પણ વાંચો :   સુરત : માથાભારે ઇમરાન ઉર્ફે બુઢાવની ચાકુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા, શહેરમાં 3 દિવસમાં ત્રીજું ખૂન થતા ચકચાર

રવિવારે પણ આ જ બાબતે બંને પક્ષે માથાકૂટ થતાં બોલાચાલી થઇ હતી જે બાદ બંને પક્ષો વચ્ચે અપશબ્દો ની આપ-લે થઇ હતી જે બાદ બંને પક્ષો વચ્ચે હાથાપાઈ થતાં આરીફ ચાવડાની હત્યા કરવામાં આવી હતી.
હાલ ફરાર આરોપીઓ પૈકી એક આરોપી વસીમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં મારામારી રાયોટિંગ પ્રોહીબીશન તેમજ જુદાજુદા 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે ચાર આરોપીઓ પૈકી વસીમ અબ્દુલભાઈ ખૈબર નામના આરોપી ની અટક કરવાની બાકી છે ત્યારે આરોપીની સારવાર પૂર્ણ થતાં તેની પણ અટકાયત કરવામાં આવશે. જ્યારે તેના પિતા તેના કાકા તેમજ તેના પિતરાઈ ની પોલીસે અટકાયત કરી લીધી છે.

આ પણ વાંચો :  આશાનું કિરણ જન્મ્યું! ઝાયડસ કેડિલાની સ્વદેશી Vaccineના હ્યુમન ટ્રાયલ અંગે આવ્યા સારા સમાચાર
Published by: Jay Mishra
First published: August 5, 2020, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading