રાજકોટ : સ્વચ્છ ભારતના બણગા વચ્ચે મચ્છરોના ત્રાસથી યાર્ડમાં હડતાલ,3 દી'માં 32 કરોડનું ટર્નઓવર ઠપ

રાજકોટ : સ્વચ્છ ભારતના બણગા વચ્ચે મચ્છરોના ત્રાસથી યાર્ડમાં હડતાલ,3 દી'માં 32 કરોડનું ટર્નઓવર ઠપ
યાર્ડમાં આજે તંત્ર દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું હતું.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ છેલ્લા 3 દિવસ થી બંધ છે. ખેડૂતો, વેપારીઓ અને મજૂરો ને નુકશાની, ત્રણ દિવસથી રોજ નું 8 કરોડ નું ટર્નઓવર ઠપ

  • Share this:
રાજકોટ :  બેડી માર્કેટ યાર્ડ એ સૌરાષ્ટ્ર નું બીજા નંબરનું મોટું માર્કેટ યાર્ડ છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસના કારણે વેપારીઓ અને મજૂરો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ નું એલાન કરવામાં આવ્યું છે. યાર્ડમાં હડતાલ ના કારણે રોજ 8 કરોડ નું ટર્ન ઓવર ખોરવાયું છે. આમ 3 દીવસ ની હડતાલના પગલે કુલ 32 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું છે અને ખેડૂતો પારાવાર મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.

યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા એ જણાવ્યું હતું કે 'હાલમાં ઘઉં , ચણા, ઝીરું, કપાસ અને મગફળી સહિતના પાકની મબલક આવક છે અને ખેડૂતો યાર્ડમાં હડતાલ ના કારણે પોતાના માલનું વેચાણ કરવા નથી આવી શકતા જેના કારણે રોજ નું 8 કરોડ નું ટર્ન ઓવર ખોરવાયું છે.બેડી યાર્ડની બાજુમાં આવેલી નદીમાં જળકુંભી ના કારણે મોટા પ્રમાણમાં મચ્છરોના ઉપદ્રવ જોવા મળી રહ્યા છે જેના કારણે યાર્ડ માં કામ કરતા મજૂરો , વેપારીઓ અને દલાલો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી વેપારીઓ , મજૂરો અને યાર્ડના સત્તાધીશો દ્વારા સરકારમાં વારંવાર લેખિત તથા મૌખિક રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન થતા આખરે વિરોધનો સૂર ઉઠ્યો હતો અને વેપારીઓ તેમજ મજૂરો એ અચોક્કસ મુદતની હડતાલ કરવા નિર્ણય કર્યો હતો.'



આ પણ વાંચો :  વડોદરા : બગલામુખી મંદિરના ઢોંગી ગુરૂ સામે લૂક આઉટ નોટિસ જાહેર, સામે આવી અનેક પાપલીલા

ચાર દિવસ પૂર્વે વિરોધ દરમિયાન પત્થર મારો થયો હતો જેમાં પોલીસે દલાલ એસોસિએશન ના પ્રમુખ અતુલ કમાણી સહિત 30 લોકો સામે ફરજ રુકાવટ અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને એક દિવસ બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

રાજકોટ યાર્ડમાં ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા દેવા જેવો ઘાટ સર્જાયો, 32 કરોડનું ટર્ન ઓવર ઠપ થયા બાદ તંત્રનું મચ્છર ભગાડો અભિયાન


જોકે, આ બાદ યાર્ડ ના વેપારીઓ સહિત મજૂરોએ તમામ લોકો પર લગાવવામાં આવેલ કેસો પરત ખેંચવા માંગ કરી છે.યાર્ડમાં મચ્છરોના ત્રાસ મામલે જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર, તેમજ યાર્ડના સતાધીશો વચ્ચે બેઠક મળી હતી અને અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ જળકુંભી દૂર કરવા અને સાંજના સમયે ફોગીંગ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આ અંગે ચિંતા દાખવી તાત્કાલિક અસરથી મશીનરી રાજકોટ મોકલી જળકુંભી દૂર કરી પ્રશ્ન નિરાકરણ કરવા અધિકારીઓને સૂચના આપી છે. હાલમાં છેલ્લા 2 દિવસ યાર્ડ ખાતે સાંજના સમયે 6.30 વાગ્યા થી 9 વાગ્યા સુધી મનપા દ્વારા ફોગીંગ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published by:Jay Mishra
First published:February 20, 2020, 13:00 pm

ટૉપ ન્યૂઝ