Home /News /kutchh-saurastra /

રાજકોટ: લાયકાત વિનાના કુલપતિનાં રાજીનામાં લેવા સૌ. યુનિ.નાં એજ્યુકેશન ફેકલ્ટીનાં ડીને કરી માંગ

રાજકોટ: લાયકાત વિનાના કુલપતિનાં રાજીનામાં લેવા સૌ. યુનિ.નાં એજ્યુકેશન ફેકલ્ટીનાં ડીને કરી માંગ

રાજકોટ:

રાજકોટ: લાયકાત વિનાના કુલપતિનાં રાજીનામાં લેવા સૌ. યુનિ.નાં એજ્યુકેશન ફેકલ્ટીનાં ડીને કરી માંગ

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિને ગેરલાયક ઠેરવી નિમણૂક રદ કરવા આદેશ કર્યો છે.જે અંતર્ગત લાયકાત વિનાના કુલપતિઓને પદ પરથી તાત્કાલિક દૂર કરવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડૉ. નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીતિન પેથાણી સહિત ગુજરાત અને આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ તેમજ રાજ્યની બીજી અનેક યુનિવર્સિટીઓમાં પણ લાયકાત વિનાના કુલપતિઓ ફરજ બજાવતા હોવાનો આરોપ લગાવી તેમના રાજીનામાં લેવાની માંગ કરી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિને ગેરલાયક ઠેરવી નિમણૂક રદ કરવા આદેશ કર્યો છે.જે અંતર્ગત લાયકાત વિનાના કુલપતિઓને પદ પરથી તાત્કાલિક દૂર કરવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે.


    નિદત બારોટે અંગે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાલમાં કાર્યરત કુલપતિઓનાં તેમાં દર્શાવેલા નિર્દેશ મુજબ તાત્કાલિક અસરથી રાજીનામા લેવા જોઈએ. અને તમામને ઘરે બેસાડી શિક્ષણ જગતને એક સારું ઉદાહરણ પૂરું પાડવુ જોઈએ. સાથે તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટીના લાયકાત ધરાવતા કુલપતિ શિરીષ કુલકર્ણીની નિયુકિત સુપ્રીમ કોર્ટે રદ કરી છે. પરંતુ જે કારણસર શિરીષ કુલકર્ણીની નિયુકિત રદ થઈ તેવા કારણોવાળા હાલમાં ગુજરાતની યુનિવર્સિટીઓમાં કુલપતિ તરીકે કાર્યરત છે. જેમને તાત્કાલિક દૂર કરવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: University, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन