Home /News /kutchh-saurastra /રાજકોટ : 15 દિવસ બાદ પોલીસને જાણ થઈ, ટ્રેનનાં પાટા પાસે મળેલી લાશનું આકસ્મિક મોત નહીં પણ હત્યા
રાજકોટ : 15 દિવસ બાદ પોલીસને જાણ થઈ, ટ્રેનનાં પાટા પાસે મળેલી લાશનું આકસ્મિક મોત નહીં પણ હત્યા
મૃતંકનું આકસ્મિક નિધન નહી પણ હત્યા
રાજકોટ શહેરનાં (Rajkot City) આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડ દિવસ પુર્વે ટ્રેનનાં પાટા પાસે એક વ્યક્તિની લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક અસરથી આજી ડેમ (Aaji Dam) પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ જરુરી પંચનામાની કાર્યવાહી પુર્ણ કર્યા બાદ લાશને પી.એમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટ મોર્ટમ રુમ ખાતે ખસેડવામાં આવી હતી.
રાજકોટ શહેરનાં (Rajkot City) આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડ દિવસ પુર્વે ટ્રેનનાં પાટા પાસે એક વ્યક્તિની લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક અસરથી આજી ડેમ (Aaji Dam) પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ જરુરી પંચનામાની કાર્યવાહી પુર્ણ કર્યા બાદ લાશને પી.એમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટ મોર્ટમ રુમ ખાતે ખસેડવામાં આવી હતી. પી.એમ રિપોર્ટમાં યુવકનું મૃત્યુ બોથડ પદાર્થ વાગવાનાં કારણે નિપજ્યુ હોવાનુ જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે એ.ડી દાખલ (Rajkot Crime News) કરી ગુનાનાં કામે તપાસ કરવામા આવી રહી હતી. ત્યારે ઘટના બન્યાનાં થોડાક દિવસો બાદ મૃતકના ઘરે એક વ્યકિત જઈ ચઢ્યો હતો. જેણે મૃતકની પત્નીને કઈ રીતે તેના પતીની હત્યા કરવામા આવી હતી તે સમગ્ર ઘટના ક્રમ જણાવ્યો હતો.
આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવતા કોઠારીયા સોલવન્ટ ફાટક પાસેના રેલ્વે ટ્રેક નજીક એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. લાશની ઓળખ બાબતે તપાસ કરતા લાશ કોઠારીયા સોલવન્ટ પાસે આવેલી સીતારામ સોસાયટીમા રહેતા મનોજભાઈ વાઢેર નામની વ્યક્તિની હોવાનુ સામે આવ્યુ હતુ. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને મૃતકના નેણનાં ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
તેમજ પોલીસ તપાસમા મૃતકને સંતાનમા એક પુત્ર તેમજ એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેમજ મૃતક નશો કરવાની ટેવ વાળો હોવાનુ પરિવારજનોએ પોલીસને જણાવ્યુ હતુ. ગત તારીખ 27ની રાત્રે મૃતકને તેની પત્ની સાથે ઝઘડો થતા તે ઘરેથી ચાલી નિકળ્યો હતો. ગત શનિવારનાં રોજ એક વ્યક્તિ મનોજભાઈના ઘરે પહોંચ્યો હતો. જેણે મનોજભાઈની વિધવા પત્નીને મનોજભાઈનુ મૃત્યુ આકસ્મિક નહી પરંતુ તેની હત્યા કરવામા આવી હોવાનું જણાવ્યું હતું. ફાટક પાસે મનોજ ભાઈ અને તેની સાથે રહેલા એક વ્યક્તિ વચ્ચે માથાકુટ થઈ હતી. ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા મનોજભાઈને પથ્થરનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારે મનોજભાઈ ની પત્નીની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.