Home /News /kutchh-saurastra /રાજકોટ : કુટુંબીના અંતિમ ક્રિયામાં જતા દંપતીનો અકસ્માતનો Live video, મહિલાનું મોઢું છુંદાયું

રાજકોટ : કુટુંબીના અંતિમ ક્રિયામાં જતા દંપતીનો અકસ્માતનો Live video, મહિલાનું મોઢું છુંદાયું

રાજકોટ અકસ્માતનો સીસીટીવી વીડિયો સામે આવ્યો

મળતી માહિતી મુજબ પીડિતા નેહા બેન ને મોઢાની સર્જરી કરાવવા માટે અમદાવાદ ખસેડવામાં આવશે.

રાજકોટ : શહેરમાં ફરી એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ત્યારે રૈયા રોડ પર બનેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ઇપીકો ની કલમ 79, 337 તથા મોટર વ્હીકલ એક્ટ ની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદી ગોપાલભાઈ સોલંકી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ રાજકોટમાં ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી પોતાના ઘરનો તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ ૩જી માર્ચના રોજ સવારના સાડા સાત વાગ્યે હું મારી પત્ની નેહા બેન સાથે પ્લેઝર મોટરસાયકલ મારફતે રૈયારોડ મારા કાકાના દીકરા સચીનભાઈ રહેતા હોય તેમની દીકરી નેન્સી બેન ના અંતિમ ક્રિયામાં જવા માટે નીકળ્યા હતા.

આ પણ વાંચોવલસાડ : પત્નીથી કંટાળેલા પતિએ આપઘાત પહેલા Video બનાવ્યો, જુઓ - રડતી આંખે જણાવી દર્દભરી કહાની

ત્યારે સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં કનૈયા ચોક થી આગળ અમર સેલ્સ એજન્સી નામની દુકાન પાસે પહોંચતા એક ઓટો રિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારતા મારું મોટરસાયકલ સહિત અમે બંને પતિ-પત્ની પડી ગયેલ હતા. ત્યારે પાછળથી એક ટ્રેક્ટર ટ્રોલી સાથે મારી પત્નીનું મોઢું સુકાઈ જતા તેને મોઢા ની ડાબી બાજુની આંખ તથા કપાળ તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી.



મારી પત્નીને લોહી નીકળતું હોય જેના કારણે તેમને તાત્કાલિક અસરથી રિક્ષામાં બેસાડી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયેલ હતા.ત્યાં પ્રાથમિક સારવાર કરાવી 108 મારફતે વધુ સારવાર અર્થે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારે મળતી માહિતી મુજબ પીડિતા નેહા બેન ને મોઢાની સર્જરી કરાવવા માટે અમદાવાદ ખસેડવામાં આવશે.

આ પણ વાંચોશિક્ષકે વિદ્યાર્થીને ક્લાસમાં ખખડાવ્યો, વિદ્યાર્થીએ સ્કૂલ બહાર શિક્ષકને ગોળી મારી દીધી, ઘટના CCTVમાં કેદ

બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેના પરથી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે આરોપીની ધરપકડ ક્યારે કરવામાં આવશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા હતા. તે ત્રણેય અકસ્માતમાં એક એક વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.
Published by:kiran mehta
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन