Home /News /kutchh-saurastra /

રાજકોટ : પોલીસમાં ભરતી થાય તે પૂર્વે જ આહીર યુવાનનું અકસ્માતમાં મોત, બે દિવસ પૂર્વે જ આપી હતી LRDની પરીક્ષા

રાજકોટ : પોલીસમાં ભરતી થાય તે પૂર્વે જ આહીર યુવાનનું અકસ્માતમાં મોત, બે દિવસ પૂર્વે જ આપી હતી LRDની પરીક્ષા

પોલીસની ભરતીમાં જવાના અરમાન અધુરા રહી ગયા અને જતો રહ્યો ભગવાનની પાસે

Rajkot Accident : આહીર પરિવાર (Ahir Family) પર આભ પાટી પડ્યું, માતા-પિતાનો એકનો એક પુત્ર અકસ્માતમાં મોત (Road Accident) ને ભેટ્યો. પોલીસમાં ભરતી થવા માટે બે દિવસ પૂર્વે તેને લોકરક્ષક દળની ભાવનગર ખાતે પરીક્ષા પણ આપી હોવાનું સામે આવ્યું

વધુ જુઓ ...
Rajkot Accident : બે દિવસ પૂર્વે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા (LRD Exam) પૂર્ણ થવા પામી છે. આગામી દિવસોમાં પરીક્ષાનું પરિણામ પણ સામે આવશે. પરંતુ લોક રક્ષક દળ ની પરીક્ષા પાસ કરી નોકરી મેળવે તે પૂર્વે જ આહીર યુવાનનું મોત (Road Accident) નિપજયુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે એકના એક પુત્રનું મૃત્યુ થવાથી આહીર પરીવાર (Ahir Family) માં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ખોખડદળ નદીના પુલ પાસે બોલેરો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પાર્થ અને જયરાજ ગામના યુવાનો ભાગવત સપ્તાહના યોજના અંતર્ગત યોજાયેલા લોક ડાયરા ના કાર્યક્રમને માણવા ગયા હતા.

લોક ડાયરામાંથી પરત ફરતી વખતે તેમને અકસ્માત નડયો હતો. બંને યુવાનો ખોખડદળ નદીના પુલ પાસે થી પસાર થઇ રહ્યા હતા ત્યારે બોલેરો કાર દ્વારા બાઇકને ઠોકરે લેવામાં આવ્યું હતું. જેના કારણે વેલનાથ પરા ના જડેશ્વર સોસાયટીમાં રહેતા પાર્થ બાલાસરા તેમજ જયરાજ મકવાણા ને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે ખસેડવામાં આવેલા પાર્થ ને સારવાર મળે તે પૂર્વે જ તેનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે કે જયરાજ મકવાણા ને હાથ તેમજ પગના ભાગે ફ્રેક્ચર થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચોસુરત: એક શિક્ષકની વિદ્યાર્થીની સાથેની કાળી કરતૂત આવી સામે, સીસીટીવીમાં ચોંકાવનારી ઘટના સામે આવી

પોલીસની પ્રાથમિક તપાસમાં પાર્થ બાલાસરાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ તે પોતાનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસમાં ભરતી થવા માટે બે દિવસ પૂર્વે તેને લોકરક્ષક દળની ભાવનગર ખાતે પરીક્ષા પણ આપી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ અંગે આજીડેમ પોલીસ દ્વારા ગુનો નોંધી બોલેરો ના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બોલેરો ચાલકની ક્યારે ધરપકડ કરવામાં આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:kiran mehta
First published:

Tags: Latest News Rajkot, Rajkot Accident, Rajkot city, રાજકોટ, રાજકોટના સમાચાર

આગામી સમાચાર