Home /News /kutchh-saurastra /

રાજકોટ : ટેમ્પો ટ્રાવેલરે એક્સેસને અડફેટે લેતા મહિલાનું મોત, અકસ્માતનો Live વીડિયો CCTVમાં કેદ

રાજકોટ : ટેમ્પો ટ્રાવેલરે એક્સેસને અડફેટે લેતા મહિલાનું મોત, અકસ્માતનો Live વીડિયો CCTVમાં કેદ

ત્રિકોણબાગ પાસે થયેલા અકસ્માતનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો.

રાજકોટ શહેરમાં મંગળવાર વાહનચાલકો માટે અમંગળ સાબિત થયો છે. અકસ્માતમાં યુવતનીનું કરૂણ મોત થતા શોકાગ્નિ

રાજકોટ (Rajkot) શહેરમાં મંગળવાર વાહનચાલકો માટે અમંગળ સાબિત થયો છે. રાજકોટ શહેરના ત્રિકોણ બાગ (Trikon Baug Rajkot) પાસે આવેલ મોમાઈ ટી સ્ટોલ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જે અકસ્માતના (Accident) બનાવમાં ટુ વ્હીલર ચાલક મહિલાનું ઘટનાસ્થળે (Woman Died) જ મોત નિપજ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV Video) કેદ થઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ત્રિકોણ બાગ પાસે momai tea stallની (મોમાઈ ટી સ્ટોલ) નજીક સાંજના સાત કલાક અને સાત મિનિટ આસપાસ ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના GJ 03BW9902 ટેમ્પો ટ્રાવેલર દ્વારા GJ 03JH 9621 નંબર ના એક્ટિવાને અડફેટે લેવામાં આવ્યું હતું.

ત્યારે સમગ્ર ઘટનામાં ટુ વ્હીલ મહિલા ચાલક ભાવના બેન જગદીશભાઈ સોલંકી નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.અકસ્માતના બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે જ સમગ્ર મામલે ટેમ્પો ટ્રાવેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



ઘટના સ્થળ પર પહોંચેલી એ ડિવિઝન પોલીસ દ્વારા ઘટના અંગે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો : ગેરકાસયદેસર લાયન શો ભારે પડ્યો! 6 વ્યક્તિને 3 વર્ષની સખત કેદ, જમીન ખાલસા કરવાનો હુકમ

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આવેલા રૈયા રોડ પર ગત ૩જી માર્ચના રોજ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જે અકસ્માતમાં કુટુંબીજન ની અંતિમ યાત્રા માટે ઘરેથી નીકળેલા દંપતીને અકસ્માત નડયો હતો.

આ પણ વાંચો : સુરત : કરૂણ ઘટના! કાપડના વેપારીએ તાપી કિનારે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં લખ્યું કારણ

જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. સમગ્ર મામલે મહિલાને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોઢાની સર્જરી માટે તેને રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં અકસ્માતના ગુના અંતર્ગત ગાંધીગ્રામ પોલીસે ઇપીકો ની કલમ 79, 337 તથા મોટર વ્હીકલ એક્ટ ની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Rajkot Accident, Rajkot CCTV, Rajkot News, Rajkot Video, Rajkot videos, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन