રાજકોટઃ મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતી સાત વર્ષની પુત્રીને પકડીને મમ્મીએ પૂછ્યું, હકીકત જાણીને મમ્મીના પગ નીચેથી ધરતી સરકી ગઈ

રાજકોટઃ મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતી સાત વર્ષની પુત્રીને પકડીને મમ્મીએ પૂછ્યું, હકીકત જાણીને મમ્મીના પગ નીચેથી ધરતી સરકી ગઈ
પકડાયેલા આરોપીની તસવીર

બપોરના સમયે મારી મોટી દીકરી મારા મોબાઈલમાં youtube પર અશ્લીલ વીડિયો જોતી હોય જેથી મેં તાત્કાલિક તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો. ત્યારબાદ દીકરીને મેં પૂછ્યું હતું કે આવા વીડિયો જોવાનું તને કોને શીખવાડ્યું છે.

  • Share this:
રાજકોટ: શહેરમાં સંબંધોને તારતાર કરતો ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. દીકરી જે વ્યક્તિને મામા કહેતી હતી તે જ મામા દીકરી સાથે અશ્લીલ વીડિયો બતાવો શારીરિક અડપલા (molestation) કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.  રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં (rajkot woman police station) સાત વર્ષીય દીકરીની માતા એ આઈપીસીની કલમ 354 (ક), જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ આપતો અધિનિયમ 2012 ની કલમ 7,8 11 (3), 12 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. પોલીસે અલ્પેશ પટેલની ધરપકડ કરી હતી.

મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 15 દિવસ પહેલા હું મારી બંને દીકરીને લઈ મારા પિયર ગઈ હતી. ત્યારે બપોરના સમયે મારી મોટી દીકરી મારા મોબાઈલમાં youtube પર અશ્લીલ વીડિયો જોતી હોય જેથી મેં તાત્કાલિક તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો. ત્યારબાદ દીકરીને મેં પૂછ્યું હતું કે આવા વીડિયો જોવાનું તને કોને શીખવાડ્યું છે. ત્યારે મારી દીકરી ગભરાઈને રડવા લાગી હતી જેથી મેં ફરી તેમને વિશ્વાસમાં લઇ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, " મમ્મી આપણા બાજુમાં રહેતા અલ્પેશ મામા એ મને મોબાઇલ પર આવું જોતા શીખવાડેલ છે "જેથી મેં તેને ફરીથી પૂછેલ કે તારી સાથે તેઓએ શું શું કરેલ છે. ત્યારે મારી દીકરીએ જણાવ્યું હતું કે, " અલ્પેશ મામા મને તેના ઘરે રમવા બોલાવતા અને રૂમમાં તેના મોબાઇલમાં મને આવા ખરાબ વિડીયો બતાવતા તેમજ આવા વીડિયો મોબાઈલમાં કેમ જોવાય તે શીખવાડતા અને પછી ડિલીટ પણ કેમ કરાય તે પણ મને તેઓ શીખવતા ".

આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

મારી દીકરી એ વધુમાં જણાવ્યું છે કે, " અલ્પેશ મામા તેના પેટમાંથી તેનું પીપી વાળુ કાઢી મારા હાથમાં આપતા અને કહેતા કે આને દબાવ જેથી હું તે દબાવતી અને પછી કલ્પેશ મામા મારી ઉપર સૂતાં અને મારા શરીરે હાથ ફેરવતા હતા અને પછી મને ઉંધી સુવડાવી મારી ચડ્ડી કાઢ્યા વગર મારા છી છીનો ભાગ દબાવતા. જેથી મને દુખતા અલ્પેશ મામાએ હાથ લઈ લીધેલ હતો. "

આ પણ વાંચોઃ-હાથ ચાલાકી કી તો કમ્પલેન કરુંગી,' પાવાગઢ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે મારામારીનો live video

આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

સમગ્ર મામલે મેં મારી દીકરી ને પૂછ્યું હતું કે આવું અલ્પેશ મામા એ તારી સાથે કેટલી વાર કરેલ છે. ત્યારે મારી દીકરીએ મને કહ્યું હતું કે, " એક જ વાર કરેલ છે જ્યારે કે પીપી હું ઘણીવાર અડેલ છું "ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના IUCAW યુનિટના પી.એસ.આઇ કેજી જલવાણી દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આરોપી અલ્પેશ પટેલની પોલીસે ધરપકડ કરી તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
Published by:ankit patel
First published:March 07, 2021, 23:24 pm

ટૉપ ન્યૂઝ