Home /News /kutchh-saurastra /

રાજકોટમાં પોલીસના સ્વાગમાં લોકોને લૂંટતી બેલડી પોલીસના સકંજામાં આવી

રાજકોટમાં પોલીસના સ્વાગમાં લોકોને લૂંટતી બેલડી પોલીસના સકંજામાં આવી

પ્રતિકાત્મક તસવીર

જેતપુર પોલીસ દ્વારા નકલી પોલીસના સ્વાંગમાં લોકોથી મારપીટ કરીને લૂંટ કરતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ બે લોકોને બે નકાબ કર્યા છે.

    મુનાફ બકાલી, જેતપુર : નકલી પોલીસ બનીને લોકોને લૂંટવાની ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોલીસના સ્વાગમાં લોકોને લૂંટતી બેલડી પોલીસના સકંજામાં આવી છે.પોલીસની ઓળખ આપી લોકોને માર મારી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા આ બે આરોપીઓને પોલીસે વડીયાથી ઝડપી પાડ્યા છે.

    જેતપુર પોલીસ દ્વારા નકલી પોલીસના સ્વાંગમાં લોકોથી મારપીટ કરીને લૂંટ કરતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ બે લોકોને બે નકાબ કર્યા છે. જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને ધાક ધમકીઆપી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ શહેર પોલીસને મળી હતી. ફરિયાદો વધતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસના હાથ આ નકલી પોલીસની બેલડી પકડાયા હતા.

    પોલીસના સકંજામાં આવેલા વિજય ઉર્ફે દેવરાજ બાંભણીયા અને તેમનો સાથી અજય ઉર્ફે કાનો લાલકીયા સાંજના સમયે જેતપુરના શાંત વિસ્તારોમાં જ્યાં ઓછા લોકોની અવર જવર હોય ત્યાં સિનિયર સિટીઝન તેમજ પરપ્રાંતીય લોકોને ઉભા રાખી પૂછપરછ કરી માર મારતા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપતા હતા તેમજ ઉભા રાખેલા લોકો પાસેથી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ મથકમાં નોંધાઇ છે.

    પોલીસે જ્યારે ફરિયાદના આધારે આ વિસ્તારના સીસીટીવી ફંફોળ્યા હતા. ત્યારે આ બેલડી અનેક જગ્યાએ CCTVમાં કેદ થઈ હતી અને જેમના પગલે પોલીસે વધુ તપાસ કરતા આ બંને આરોપી અમરેલી જિલ્લાના વડીયાના હોવાનું સામે આવ્યું હતું. જ્યારે શહેર પોલીસે વડિયા તપાસ કરતા બંને આરોપી ત્યાંથી મળી આવ્યા હતાં.

    વધુ વાંચો : Video : આ બાળકને ફૂટબોલ રમતો જોઇને તમે તે વાત ભૂલી જશો કે તે દિવ્યાંગ છે!

    અત્યાર સુધી આ બંને આરોપીઓએ જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 10 જેટલી લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. અને અત્યાર સુધી લોકો પાસેથી લૂંટેલા 14 મોબાઈલ સાથે રોકડ રકમ પણ કબજે કરી છે.

    આરોપીઓ ઉપર અગાવ પણ લૂંટના ગુના નોંધાઈ ચુક્યા છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Jetpur, ગુજરાત, ગુનો, પોલીસ, રાજકોટ, સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन