રાજકોટ: રાત્રિ કર્ફ્યૂમાં ડાન્સ કરવો ભારે પડ્યો, યુવતીને કરવી પડી પોલીસ સ્ટેશન સુધીની જાત્રા

રાજકોટ: રાત્રિ કર્ફ્યૂમાં ડાન્સ કરવો ભારે પડ્યો, યુવતીને કરવી પડી પોલીસ સ્ટેશન સુધીની જાત્રા
વીડિયો વાયરલ થયા બાદ યુવતીએ માફી માંગી.

12 એપ્રિલ 2021ના રોજ રાત્રીના 11 વાગ્યા આસપાસ એક યુવતીએ મહિલા કૉલેજ અંડરબ્રિજ ખાતે પોતે ડાન્સ કરતી હોય તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો.

  • Share this:
રાજકોટ: રાજકોટના મહિલા કૉલેજ અંડરબ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ ઉપર રાત્રિ કર્ફ્યૂ દરમિયાન એક યુવતી ડાન્સ કરી રહી હોય તે પ્રકારનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયો હતો. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ડાન્સ કરતી યુવતીનું નામ પાયલબા ઉર્ફે પ્રિશા રતનસિંહ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. યુવતી વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ દ્વારા જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ એ ડિવિઝન પોલીસે તેની અટકાયત કરતા યુવતીએ પોતાની ભૂલ અંગે માફી માંગતી હોય તે પ્રકારનો વીડિયો પણ હાલ શેર કર્યો છે.

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી જોશીએ જણાવ્યું હતું કે, "હાલ કોરોના મહામારીના કારણે રાજકોટ સહિત રાજ્યભરનાં શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવે છે. ત્યારે 12 એપ્રિલ 2021ના રોજ રાત્રીના 11 વાગ્યા આસપાસ એક યુવતીએ મહિલા કૉલેજ અંડરબ્રિજ ખાતે પોતે ડાન્સ કરતી હોય તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તે વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયો ઉતારનાર યુવતીની શોધખોળ કરી તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે."



આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ધો-10 અને 12ની પરીક્ષા સ્થગિત, અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

શું હતો બનાવ?

રાજકોટ શહેરમાં વધુ એક વખત રાત્રિ કર્ફ્યૂનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. રાજકોટ શહેરના હાર્દ સમા ગણાતા મહિલા કૉલેજ અંડર બ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર એક યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વીડિયો બનાવ્યા બાદ યુવતીએ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. બાદમાં પોલીસના ડરે વીડિયો ડિલીટ કરી નાખ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ આ વીડિયો જ્યારે વાયરલ થયો ત્યારે (RealPrisha_) નામના એકાઉન્ટમાંથી એક બાદ એક કૉમેન્ટ કરી યુવતી પોતાના બચાવ માટે પક્ષ રાખવાના સતત પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો: ધ બર્નિંગ બોટ: રાજકોટમાં વહેલી સવારે 'ધ બિગ ફેટ બોટ' નામના રેસ્ટોરન્ટ આગમાં ખાખ

યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઇ-મેઇલ આઇડી પીહુ રાઠોડના નામથી શેર કર્યું છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની જાતને યુવતી પબ્લિક ફિગર બતાવી રહી છે. તો સાથે જ પોતે પ્રોફેશનલ એન્કર, મોડલ, એક્ટ્રેસ, ડબિંગ આર્ટિસ્ટ હોવાનું જણાવી રહી છે.


આ પણ વાંચો: 'તારા ભિખારી માતાપિતાને ઘરેથી કશું લાવી નથી,' લેબ આસિસ્ટન્ટ યુવતીને પતિનો ત્રાસ


યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ગણતરીની કલાકો પહેલા જ ડો. યાજ્ઞિક રોડનો પણ એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી પોતાનો બચાવ કરતા કહ્યું છે કે, "હું કોઈ પૈસાવાળાની દીકરી નથી. માંડ માંડ કરી લાઇફ જીવું છું. કમાવવા વાળી એક જ છું. એમાં પણ આ બે વર્ષથી અમારા જેવા ઇવેન્ટવાળા પાસે તો કંઈ જ નથી."
Published by:Vinod Zankhaliya
First published:April 15, 2021, 15:00 pm

ટૉપ ન્યૂઝ