રાજકોટ : 8 વર્ષની બાળકીનાં દુષ્કર્મનાં આરોપીનો કેસ કોઈ વકીલ નહીં લડે

News18 Gujarati
Updated: December 2, 2019, 4:20 PM IST
રાજકોટ : 8 વર્ષની બાળકીનાં દુષ્કર્મનાં આરોપીનો કેસ કોઈ વકીલ નહીં લડે
રાજકોટ કોર્ટ

આજરોજ રાજકોટ પોલીસ દ્વારા રિમાન્ડની માગણી અર્થે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

  • Share this:
રાજકોટ : રાજકોટમાં શુક્રવારે રાત્રે 8 વર્ષની બાળકીના અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જે બાદમાં ગણતરીની કલાકોમા જ રાજકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવ અંતર્ગત રાજકોટ બાર એસોશિએશન સાથે સંકળાયેલો એક પણ વકીલ આરોપી તરફથી કેસ નહીં લડે.

એટલું જ નહીં વકીલો સરકારમાં પણ રજુઆત કરશે કે આ પ્રકારના કેસની ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવે, જેનાથી પીડિતાને ઝડપથી ન્યાય મળી રહે. સોમવારે રાજકોટ કોર્ટ સંકુલની બહાર વકીલો અને એસપીજી ગ્રુપ દ્વારા દુષ્કર્મ મામલે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ વકીલોએ "વી વોન્ટ જસ્ટિસ"ના નારા પણ લગાવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે આજરોજ રાજકોટ પોલીસ દ્વારા રિમાન્ડની માગણી અર્થે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમયે આરોપીને તેમજ તેના પરિવારને કોઈપણ વકીલે તેના તરફથી કેસ લડવાની મનાઈ ફરમાવી દીધી હતી.

પોલીસનું પ્રશંસનીય કામ

બીજી તરફ રાજકોટ પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરતા રાજકોટ શહેર પોલીસને ઇનામ સ્વરૂપે મળેલી રકમ બાળકીના પરિવારને આપી છે. પોલીસ અધિકારીઓ દ્વારા કુલ 70 હજાર જેટલી રોકડ રકમ બાળકીના પરિવારને આપવામાં આવી હતી.આ પણ વાંચો : રાજકોટ : હેલ્મેટ વિરોધી ઝુંબેશમાં હેલ્મેટ વેચતા વેપારી પણ જોડાયા!
First published: December 2, 2019, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading