રાજકોટવાસીઓ આનંદો : બે દિવસમાં 485 કરોડના વિકાસકામોનું લોકાર્પણ થશે


Updated: January 22, 2020, 9:00 PM IST
રાજકોટવાસીઓ આનંદો :  બે દિવસમાં 485 કરોડના વિકાસકામોનું લોકાર્પણ થશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતીન પટેલ (ફાઇલ ફોટો)

રાજ્યકક્ષાના પ્રજાતસત્તાદિનની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિકાસ કામોનું લોકાર્પણ કરશે

  • Share this:
રાજકોટ : મહાનગરપાલિકા અને રૂડાના અનેક વિકાસ કામોના આગામી 25 અને 26 તારીખના લોકાર્પણ અને ખાતમુહુર્ત થવાના છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વિકાસના કામોને આગળ વધારવામાં આવશે. રાજકોટ શહેર અને પીજીવીસીએલ સહિતના સહીત 600 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થશે. આજે મનપા દ્વારા ખાસ પત્રકાર પરિષદ બોલાવી તમામ કર્યો ની માહિતી આપવામાં આવી હતી.

17 જાન્યુઆરી થી ૨૫ જાન્યુઆરી દરમ્યાન રોજ સવારે 6 થી 9  અને સાંજે 6 થી 9 વાગ્યા દરમ્યાન બી.આર.ટી.એસ.ના તમામ બસ સ્ટોપ, રેસકોર્સ રિંગ રોડ, અને શહેરના મુખ્ય બગીચાઓમાં રહેલા સ્પીકર પર દેશભકિતના ગીતો વગાડવામાં આવનાર છે. આ ઉપરાંત શહેરના તમામ આરોગ્ય સેન્ટર ખાતે સવારે 11 થી 2 વાગ્યા દરમ્યાન ગર્ભ સંસ્કાર કેમ્પનું આયોજન રહેશે. જયારે શહેરના તમામ આરોગ્ય સેન્ટરો અને વૃદ્ઘાશ્રમ ખાતે પણ સિનિયર સિટિઝન અને રેગ પીકર્સ માટે ખાસ આરોગ્ય કેમ્પ ચાલુ છે.

23 જાન્યુઆરી થી 25 સુધી એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ ' પ્લાસ્ટિક ભારત છોડો ' નું આયોજન કરવામાં આવશે. જેમાં કિસાનપરા ચોક ખાતે એક જેલ બનાવવામાં આવશે. શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો અને રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી 500 કિલો પ્લાસ્ટિક એકત્ર કરી જેલ ખાતે લાવશે. સ્કૂલોના છાત્રો પેપર બેગ બનાવી પોતાની શાળાના આસપાસના વિસ્તારોમાં કોમર્શિયલ સંકુલોમાં જઈને ત્યાં પેપર બેગ આપશે બદલામાં પ્લાસ્ટિક એકત્ર કરશે.

આ લોકાર્પણના કાર્યક્રમની માહિતી આપવા માટે મનપા દ્વારાઆજે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.


આ પણ વાંચો :  મધ્ય ગુજરાતના રાજકારણમાં ભૂકંપ : સાવલીથી BJPના ધારાસભ્ય કેતન ઈનામદારનું રાજીનામું

24 જાન્યુઆરી ના રોજ રેસકોર્સ રિંગ રોડ પરના તમામ 85 લાઈટીંગ પોલ પર વિશિષ્ટ પ્રકારની મોટીફ લાઈટીંગથી ડેકોરેશન કરવામાં આવશે. આ પોલ પર આ લાઈટીંગ પરમેનન્ટ રહેશે. આ ખાસ લાઈટનું ઉદદ્યાટન વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. 25  ના રોજ રાત્રે 8.30 કલાકે વિરાણી હાઈસ્કૂલ મેદાન ખાતે જુના ફિલ્મી ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાશે.25 જાન્યુઆરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બે કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર 'બૂક ફેર'નું ઉદદ્યાટન મુખ્યમંત્રી કરશે. જયારે આ જ દિવસે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂ.600 કરોડથી વધુ ખર્ચના વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.રૂડાના 230 કરોડના વિકાસ કામો તેમજ મનપાના ૨૫૫ કરોડના વિકાસ કામો ના લોકાર્પણ અને ખાતમુહુર્ત થશે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर