રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક વિદ્યાર્થિની (Student)એ ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવતીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભર્યું હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University police station) વિસ્તારમાં આવેલા ગોલ્ડન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી નેન્સી સચીનભાઈ સોલંકી નામની 18 વર્ષીય યુવતીએ મંગળવારના રોજ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ બન્યો છે. આપઘાત વખતે નેન્સીના માતા દુકાને હતા, જ્યારે પિતા કોઈ કામ અર્થે જૂનાગઢ ગયા હતા. ઘરે એકલી હતી ત્યારે નેન્સીએ પગલું ભરી લીધું હતું.
કોરોનાના કારણે થોડાક સમય પહેલાં જ ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થઇ છે. ત્યારબાદ ધોરણ નવ અને 11ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકારનું શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ સમયે નેન્સી ડિપ્રેશનમાં આવી ગઈ હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં નેન્સીના આપઘાતનુ અન્ય કોઇ તથ્ય બહાર આવે છે કે કેમ તે ખૂબ મહત્ત્વનું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં માનસિક સમસ્યાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે કેમ્પમાં કોરોના કાળમાં માનસિક સમસ્યા ધરાવનારા લોકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 40થી વધુ લોકોએ માનસિક સમસ્યાઓ રજૂ કરી હતી. એક સર્વે મુજબ અમુક ટકા લોકો લૉકડાઉન સમયમાં માનસિક તણાવ વચ્ચે જીવતા હતા. આ ઉપરાંત અન્ય સર્વે પણ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર