અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, લોકોને ગરમીમાંથી મળી રાહત

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે.

News18 Gujarati
Updated: June 18, 2019, 12:20 PM IST
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, લોકોને ગરમીમાંથી મળી રાહત
અમદાવાદની વરસાદની તસવીર
News18 Gujarati
Updated: June 18, 2019, 12:20 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ વાયુ વાવાઝોડાનું જોર ધીમે ધીમે ગુજરાત ઉપરથી ઓછું થતું જોય છે જોકે, તેની અસરના પગલે રાજ્યભરમાં વાતાવરણમા પલટો આવ્યો છે. અને ઠેકઠેકાણે ભારે પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે.

અમદાવાદમાં મંગળવારે સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો હતો.  અમદાવાદના એસજી હાઇવે, પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે મણિનગરમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે સાથે નીચાણવાળઆ વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા પણ જોવા મળી હતી. બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. અમરેલી શહેરમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડવાનો સરુ થયો છે.

આ ઉપરાંત જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઇએ તો જામનગરમાં 9 એમએમ, કાલાવડમાં 17 એમએમ, લાલપુરમાં 3 એમએમ અને જોડિયામાં 5 એમએમ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસવાનો સરું થયો છે. ખેડૂતો માટે કાચું સોના સમાન સાબિત થશે. આખી રાત વરસાદી માહોલ વચ્ચે સવારથે કેટલાક વિસ્તારોમાં મેઘો મડાયો હતો.

આ પણ વાંચોઃ-કચ્છ તરફ પહોંચશે 'વાયુ' વાવાઝોડું, તંત્રની ચાપતી નજર

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અંબાજી પંથકમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લાની વાત કરીએ તો જ્યાં સૌથી વધારે વાયુનો ભય રહ્યો હતો. જોકે, મોડી રાતથી વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. નલિયાને ટકાઇને વાયુ પરિવર્તિ થયું હતું. આગામી સમયમાં તેની અસરો જોવા મળશે એવું હવામાન ખાતું જણાવી રહ્યું છે. ડિપ્રેશનના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
Loading...

First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...