ઓખીની અસર: રાજકોટમાં વરસાદ, સૌરાષ્ટ્રના દરિયા કિનારે બોટોનો ખડકલો

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 4, 2017, 3:53 PM IST
ઓખીની અસર: રાજકોટમાં વરસાદ, સૌરાષ્ટ્રના દરિયા કિનારે બોટોનો ખડકલો

  • Share this:
રાજકોટઃ અરબી સમુદ્રમાં ઉઠેલા 'ઓખી' વાવાઝોડાની અસરને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જગ્યાએ વરસાદી છાંટા પડ્યાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ભર શિયાળે વરસાદ પડતા લોકોને પણ આશ્ચર્ય થયું છે. બીજી તરફ વાવાઝોડાને કારણે સોરાષ્ટ્રમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં એનડીઆરએફની બે ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

અમરેલીમાં ઓખી વાવાઝોડું ફૂંકાવાની શક્યતા

વાવાઝોડાને પગલે રાજુલા, જાફરાબાદ પંથકમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાફરાબાદની મોટાભાગની બોટો દરિયાકાંઠે પહોંચી ગઈ છે. 139 બોટો હજુ દરિયામાં હોવાની માહિતી મળી રહી છે. મામલતદાર દ્વારા તલાટી મંત્રીઓને સૂચના આપી ગ્રામ્ય વિસ્તાર એલર્ટ કરવામાં આવી રહ્યા છે. પ્રાંત અધિકારીઓ દ્વારા ઉદ્યોગોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કંપની સહિતના ઉદ્યોગોને તકેદારી રાખવા સૂચના આપી દેવામાં આવી છે. તાત્કાલિક કંટ્રોલરૂમ શરૂ કરાયા છે.

દીવના દરિયા કિનારે બીજા રાજ્યોની બોટોનો ખડકલો

વાવાઝોડાને પગલે ગુજરાત અને મહારાષ્ટ્રની માછીમાર બોટોનો દીવના દરિયા કિનારે ખડકલો થયો છે. દીવના દરિયા કિનારે 2 નંબરનુ ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દીવના દરિયા કિનારે ધીમીધારે વરસાદ શરૂ થયાની માહિતી મળી રહી છે.

નવસારીમાં અલર્ટઓખી વાવાઝોડાને પગલે નવસારીમાં તંત્ર અલર્ડ બન્યું છે. વીજ કંપની, વન વિભાગ, નગર પાલિકાઓ, ગ્રામ પંચાયતોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે. 2 એનડીઆરએફની ટીમ પણ નવસારી પહોંચી છે. કાંઠાના 16 ગામોને સંભવિત વાવાઝોડાને પગલે અલર્ટ કરી દેવામાં આવ્યા છે.
First published: December 4, 2017, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading