ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું
મૂળ માલિકને પર્સ આપતા ગેરેજ સંચાલક

રમેશભાઈએ જવાબ આપ્યો કે રૂપિયા હાથનો મેલ છે એ તો આવે ને જાય સાચી તો માણસાઈ છે એ મટવી ન જોઈએ હું ઈમાનદારીનો ટુકડો ખાવા વાળો છું મારા મજૂરીના હકના લવ છું.

  • Share this:
ગોંડલ: કહેવાય છેકે અત્યારે કળિયુગ (kaliyug) ચાલે છે. અહીં પૈસા માટે ભાઈ ભાઈનું ખૂન (murder for money) કરી નાંખે છે. ભાઈનો જમાનો નથી રહ્યો. પરંતુ અત્યારના કળિયુગના સમયમાં પણ ભલા માણસો આપણી વચ્ચે જ રહે છે. જેઓ ઈમાનદારીથી જીવન જીવે છે. પોતાના મહેનતના જ પૈસાથી જ જીવન ચલાવે છે. આવા જ એક ભાઈ ગોંડલ તાલુકના સુલ્તાનપુર ગામમાં રહે છે.

ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામના અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર જયેશભાઈ દવે પોતાનું બાઈક સર્વિસ કરાવવા ઠેબર રોડ પાસે ગોપાલ નગર મેઈન રોડ પર આવેલ વિનોદ ઓટો ગેરેજ ખાતે પહોંચ્યા હતા. દરમિયાન રોકડા રૂ. 230000 અને ચેક બુક સાથેનું પર્સ ભૂલીને નીકળી ગયા હતા. જયેશભાઇને પર્સ યાદ આવતા તેને શોધવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા હતાત્યાંજ ગેરેજ સંચાલક રમેશભાઇનો સામેથી કોલ આવેલ કે તમારું રૂપિયા ભરેલ પાકીટ મારા ગેરેજે તમો ભૂલી ગયેલ છો લઈ જજો. આ શબ્દો સાંભળતાજ જયેશભાઇ એ હાશકારો અનુભવ્યો અને કહી ઉઠ્યા કે હજુ ઈમાનદારી મરી પરવરી નથી ગેરેજના કામથી જેના હાથ 24 કલાક કાળા રહેછે પણ દિલ અને નીતિ ચોખ્ખી ચણાક છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ live stunt video, રીક્ષા ચાલકે રીક્ષાથી કર્યા 'ધૂમ સ્ટાઈલ સ્ટંટ', વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂના નશામાં Valentine day પર મુંબઈની યુવતી સાથે કોન્ટ્રાક્ટરે આચર્યું દુષ્કર્મ, સાથે આવેલી યુવતીએ કરી મદદ

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

આ પણ વાંચોઃ-લો બોલો! રાજકોટઃ 5 વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો, બની ચૂક્યો છે ત્રણ સંતાનોનો પિતા

ગેરેજ સંચાલકની ઈમાનદારી એવી કે પર્સ સોંપતા કહ્યું કે રૂપિયા ગણી લેજો ઓછા નથી થયાને ત્યારે સામેની વ્યક્તિ એ જણાવેલ કે તમે પર્સ પરત સોંપીને તમારી ઈમાનદારી બતાવેલ છે એજ સાબિત છે કે આપ ઈમાનદાર છો યુવાને સંચાલકનો આભાર માની કહ્યું કે શુભેચ્છા ભેટ આપવી છે.રમેશભાઈએ જવાબ આપ્યો કે રૂપિયા હાથનો મેલ છે એ તો આવે ને જાય સાચી તો માણસાઈ છે એ મટવી ન જોઈએ હું ઈમાનદારીનો ટુકડો ખાવા વાળો છું મારા મજૂરીના હકના લવ છું ને મેં આ પર્સ તમને પરત કર્યું તે તમારા હક નું હતું તમારું હતું એટલે મેં તમને પાકીટમાં રહેલ ચેક બુકમાં રહેલ મોબાઈલ નંબર પરથી કોન્ટેકટ કરીને કોલ કર્યો છે માટે તમારૂ તમને મુબારક મારે શુભેચ્છા ભેટ પણ ન જોઈએ.
Published by:ankit patel
First published:February 17, 2021, 19:59 pm

ટૉપ ન્યૂઝ