મગફળી : ભેજના લીધે માલ રિજેક્ટ થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો

News18 Gujarati
Updated: November 18, 2019, 12:11 PM IST
મગફળી :  ભેજના લીધે માલ રિજેક્ટ થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો
સરકારના ગ્રેડરો દ્વારા ભેજ અને કચરાનું અલગ અલગ ચેકિંગ કરી અને માલ ખરીદવામા આવ્યો હતો.

રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતોએ માલ રિજેક્ટ થતાં હોબાળો કર્યો, ખેડૂતોની સરકારને અપીલ કમોસમી વરસાદના કારણે ભેજની ટકાવારીમાં બાંધછોડ કરવામાં આવે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં (Rajkot marketing yard) આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી (MSP) શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ જે ખેડૂતોની મગફળીમાં 8 ટકાથી વધારે ભેજ (Dew)નું પ્રમાણ છે તેમનો માલ રિજેક્ટ (Reject) કરવામાં આવ્યો છે. કેટલાય ખેડૂતોનો માલ રિજેક્ટ થતાં આજે ખેડૂતોએ સરકારના આ નિયમ સામે હોબાળો (Farmers Protested) મચાવ્યો છે. માલ રિજેક્ટ થતાં બિચારા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ભેજના પ્રમાણમાં બાંધછોડ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.

શું છે નિયમ?


સરકારના પુરવઠા વિભાગ તરફથી આવેલા ગ્રડરોએ જણાવ્યું કે ' સરકારી નિયમ મુજબ જે ખેડૂતોની મગફળીમાં 8 ટકાથી વધારે ભેજ હશે તેમનો માલ રિજેક્ટ થશે. ઉપરાંત જે ખેડૂતોની મગફળીમાં 4 ટકાથી વધારે કચરો હશે તેમનો માલ પણ રિજેક્ટ થશે. પ્રત્યેક ખેડૂતોની મગફળીમાંથી 200 ગ્રામના 3 સેમ્પલ લઈ માલની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  સુરતની હૉસ્પિટલમાં મહિલાકર્મીઓનું શારીરિક શોષણ : નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી મળી

ખેડૂતોની રજૂઆત
હરિપરના એક ખેડૂતોએ જણાવ્યું કે 15 દિવસથી ખરીદીની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદ વરસવાના લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં મગફળીમાં પાંચથી સાત ટકા ભેજ જોવા મળી રહ્યો છે. જોકે, સરકારે આ મામલે બાંધ છોડ કરવી જોઈએ.

આ પણ વાંચો : રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, આ માપદંડો ધ્યાને લેવાશે

ભેજનું પ્રમાણ રહેશે સરકાર બાંધછોડ કરે

પ્રતિકાત્મક તસવીર


ખેડૂતોએ જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ તો રહેશે. મગફળી કાળી પડી જવાની પણ ફરિયાદો છે તો સરકારે આ મામલે બાંધછોડ કરવી જોઈએ. મગફળીના મામલે ઓનલાઇન સરવેની જે વાત હતી તેમાં કોઈ પણ ફોન નંબર લાગતા નહોતા. હવે ખેડૂતોને જે નુકશાની થઈ છે તેમાં ખેડૂતો કઈ કરી શક્યા નહોતા અને લાચાર બની નુકશાની વેઠવાનો જ વારો આવ્યો છે.

જૂનાગઢ : જૂનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ 5 ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા. યાર્ડમાં મગફળીના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી એક ખેડૂતની મગફળી નું સેમ્પલ ફેઈલ થયું.  8 % થી વધારે ભેંજ આવતા સેમ્પલ થયું નાપાસ કમોસમી વરસાદ ને.લીધે ભેજ રહેવાનો ખેડૂતો નો સુર

આ પણ વાંચો : વધુ અભ્યાસ માટે થોડા સમયમાં UK જવાનો હતો યુવક, ડેન્ગ્યૂનાં કારણે થયું મોત

રાજકોટ યાર્ડમાં આવેલા ખેડૂતોએ જણાવ્યું કે સરકાર ભેજના મામલે બાંધછોડ કરે. કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ હશે જ, આ મામલે ઓનલાઇન સરવે પણ થયો નથી.


અમરેલી : જિલ્લામાં માં ટેકાના ભાવની મગફળી ખરીદીનો આજથી પ્રારંભ. જિલ્લાના અગિયાર કેન્દ્રોમાં કયાંક ખેડૂતો ફરકયા નહિ તો ક્યાંક એકલ દોકલ ખેડૂત ની હાજરી. સાવરકુંડલા અમરેલી લાઠી અને ટીમ્બી સિવાય તમામ કેન્દ્રો પર ખેડૂતોની ગેરહાજરી સતત વરસી રહેલા કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો માલ ન લાવ્યાનું અનુમાન.

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત -૧૭ દિવસના અંતરાલ બાદ ફરીથી મગફળીની ખરીદી શરુ -૬૦ ખેડૂતોને કરવામાં આવ્યા છે મેસેજ -વહેલી સવારે ખેડૂતો પહોંચ્યા મગફળી વેચવા - જિલ્લામાં ૬ સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદાશે -મહાવાવાઝૉડાના કારણે બંધ કરી હતી ખરીદી

(ઇનપૂટ : અંકિત પોપટ, રાજકોટ, અતુલ વ્યાસ, જૂનાગઢ, રાજન ગઢિયા, અમરેલી, હાર્દિક પટેલ, અરવલ્લી)

 
First published: November 18, 2019, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading