રાજકોટમાં જાણે પોલીસ (Rajkot police) કટકીમાં ભટકી ગઇ હોય તેમ રોજ મોટા આક્ષેપો થઇ રહ્યા છે. પહેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Manoj Agrawal) પર કમિશન લેવાનો આરોપ લાગ્યો બાદમાં પીએસાઇ સાખરા પર લાંચ લેવાનો આરોપ લાગ્યો અને હવે ક્રાઇમ બ્રાંચ (Crime Branch)ના પીએસઆઇ ઉપેન્દ્ર જોગરાણા પર 35 લાખ રૂપિયામાં પતાવટનો આરોપ લાગ્યો છે. રાજકોટ પોલીસની માઠી બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે. પોલીસ અધિકારીઓ પર લાગેલા ગંભીર આરોપોના પગલે રાજકારણ ગરમાયું છે.
રાજકોટના (Rajkot news) પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Manoj Agrawal) પર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે (Govind Patel) 75 લાખ રુપિયાની વસૂલીનો સનસનીખેજ આરોપ લગાવ્યા બાદ રાજકારણ (Gujarat Politics) ગરમાયું છે. આમાં ગુજરાત કોંગ્રેસે (Gujarat congress) પણ ઘરણાં પ્રદર્શન અને નિવેદનો આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તથા કોંગ્રેસના અગ્રણી નેતાઓ હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, લલિત વસોયા સહિતના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.
રાજકોટ પોલીસની માઠી બેઠી છે.. બાર સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે.. પોલીસ કમિશનર પર કથિત આરોપ બાદ બે પીએસઆઇ પર ગંભીર આરોપ લાગ્યા છે pic.twitter.com/ohmBhhKvy1
કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સનસનીખેજ આક્ષેપ કરતા કહ્યું છે કે, ભાજપની સરકારમાં પોલીસને કલેક્શન માટે ટાર્ગેટ અપાયો છે. ત્યારે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પાટીલ પર સણસણતા આક્ષેપ લગાવ્યા છે. ત્યારે આજે મોડી સાંજે ક્રાઇમ બ્રાંચથી દુભાયેલા વધુ ત્રણ વેપારીઓએ મીડીયા સામે આવી ક્રાઇમ બ્રાંચ દ્વારા કરાયેલા અમાનુષી ત્રાસ અને બળજબરીથી કોરા ચેક લખાવી લીધા હોવાની રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રથમ કિસ્સાની વાત કરીએ તો કુવાડવા રોડ પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાછળની 12 કરોડની જમીન ખાલી કરવા દબાણ કર્યું હોવાનો આરોપ છે. તેમજ પીએસઆઇ ઉપેન્દ્ર જોગરાણાએ માત્ર 35 લાખ આપી પતાવટ કર્યો હોવાનો આરોપ છે. બીજા કસ્સામાં લાતી બજારમાં પેઢી ધરાવતા રાજેન્દ્ર જોગી અને નીકુંજ જોગીએ આજે પત્રકારો સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. વેપારી બંધુઓએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ગાંધીધામના રવિ શર્મા નામના વેપારી પાસેથી માલ મંગાવ્યો હતો જે પરત મોકલી દીધો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અરજદાર રવિ શર્મા સાથે વેપારીની પેઢી પર અને ઘરે આવી બન્ને ભાઇઓને ધમકાવી બળજબરીથી ક્રાઇમ બ્રાંચ ઉપાડી ગયા હતા. જ્યાં બન્ને વેપારીઓને ડરાવી ધમકાવી, વેપાર ધંધા બંધ કરાવાની અને જેલમાં ધકેલી દેવાની બીક બતાવી વેપારી પાસેથી 3.80 લાખની રકમ લખાવેલા બે કોરા ચેક બળજબરીથી પડાવી લીધા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર