રાજકોટ : PSIએ સાજા થયા બાદ પ્લાઝમાં ડોનેશન કર્યુ, જાણો કેવી રીતે થયા હતા સંક્રમિત

રાજકોટ : PSIએ સાજા થયા બાદ પ્લાઝમાં ડોનેશન કર્યુ, જાણો કેવી રીતે થયા હતા સંક્રમિત
પીએસઆઈ રાજકોટમાં કોરોનાની શરૂઆત થઈ હતી એ જંગલેશ્વર વિસ્તારમાં ફરજ બજાવી ચુક્યા છે.

રાજકોટમાં બેકાબૂ કોરોના વાયરસના કહેર વચ્ચે પોલીસ ઓફિસરનું સરાહનીય કામ, જાણીને ગર્વ થશે.

  • Share this:
હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાઇરસનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમય થી ખુદ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા કોરોના વાઇરસના જે પણ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે તેમને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ માં ફરજ બજાવતા પીએસઆઇ હસમુખ ધાંધલિયા એ પ્લાઝમા ડોનેટ કર્યું છે.

ગઈકાલે રાજકોટ શહેરમાં કોરોના વાયરસનાં એક જ દિવસમાં 101 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે સાથે શહેરમાં પોઝિટિવ કેસનો કુલ આંક 3800 પર પહોંચ્યો છે. તો બીજી તરફ દિવસે અને દિવસે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગઈકાલે રાજકોટ શહેરની જુદી જુદી હોસ્પિટલમાં 23 જેટલા દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા હતા.



આ પણ વાંચો :   રાજકોટ : 'દુકાનની અગાસી ઉપર લાશ પડી છે, શોધી લેજો', 3 મર્ડર કરનાર શખ્સની હત્યા

શું છે પ્લાઝમા થેરાપી? 

જે પણ વ્યક્તિ કોરોના વાયરસ થી સંક્રમિત થાય છે તે વ્યક્તિમાં તેની ઇમ્યુનિટી સિસ્ટમમાં કોરોના વાયરસ થી લડતા-લડતા એક એન્ટીબોડી તેના શરીરમાં તૈયાર થઈ જાય છે આજ એન્ટીબોડી મારફત વ્યક્તિ જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. તેના 28 દિવસ બાદ તેના શરીરમાંથી પ્લાઝમા લઇ અન્ય કોરોના પોઝિટિવ દર્દી ને તે પ્લાઝમા થેરાપી આપી શકાય છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. તો કોઈ પણ કોરોના વાયરસ થી સંક્રમિત થયેલ દર્દી સ્વસ્થ થઈ પ્લાઝમા ડોનેટ કરવા માંગે છે ત્યારે સૌ પ્રથમ તેના ચાર પ્રકાર ના ટેસ્ટ કરવામાં આવે છે જેમાં બ્લડ કાઉન્ટ, ઇન્ફેક્શિયસ ડીસિઝ કાઉન્ટ કરવામાં આવે છે તો સૌથી મહત્વનું એન્ટી બોડી ટેસ્ટ પણ કરવામાં આવે છે.

તો ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા હસમુખ ધાંધલિયા એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસ નું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ કોરોના સંક્રમિત દર્દીઓ નો સાજો થવાનો રેશિયો પણ ગુજરાત રાજ્યમાં ખૂબ સારો છે. ત્યારે મારા જેવા જેટલા પણ કોરોના સંક્રમિત દર્દીઓ છે કે જેઓ ઘણા સમય થી સ્વસ્થ થઈ ચૂક્યા છે તેઓ એ પ્લાઝમા ડોનેટ જરૂર કરવું જોઈએ.  કારણકે પ્લાઝમા ડોનેટ કરવાથી અન્ય કોરોના સંક્રમિત દર્દીનો જીવ બચી શકે તેમ છે.

આ પણ વાંચો :   ભરૂચ : ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ, બે વ્યક્તિને ઇજા, CCTVમાં LIVE દૃશ્યો કેદ

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હસમુખ ધાંધલીયા એ રાજકોટનો સૌથી કોરોના સંક્રમિત વિસ્તાર એવા જંગલેશ્વર વિસ્તારમાં ફરજ બજાવી ચૂક્યા છે.  ત્યારે દિવસેને દિવસે જે રીતે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ પણ ઊંચો જોવા મળી રહ્યો છે ત્યારે આ તમામ સ્વસ્થ થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે તેવી અપીલ ખુદ ન્યુઝ એટ ઈન ગુજરાતી કરી રહ્યું છે.

દરમિયાન રાજ્યમાં 7મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1330 નવા કેસ પોઝિટિવ (7 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 15 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,05,671એ પહોંચી ગયો છે.
Published by:Jay Mishra
First published:September 07, 2020, 22:52 pm

ટૉપ ન્યૂઝ