રાજકોટ : સ્પાની આડમાં ચાલતું કુટણખાનું, 3000 રૂપિયામાં લલનાઓ સાથે 'મોજ'!

રાજકોટ : સ્પાની આડમાં ચાલતું  કુટણખાનું, 3000 રૂપિયામાં લલનાઓ સાથે 'મોજ'!
(ફોટો - ડાભી બાજુ પોલીસ ટીમ અને જમણી બાજુ આરોપી)

સ્પા સંચાલક જયરાજસિંહ સહદેવ સિંહ ગોહિલ, જયરાજસિંહ વનરાજ સિંહ જાડેજા અને વિવેક મનીષ વેગળ તેમજ બે પરપ્રાંતીય રૂપલલનાઓ મળી આવી હતી.

  • Share this:
રાજકોટ : શહેરમાં સ્પાની આડમાં ચાલતા વધુ એક કુટણખાનાનો એન્ટી ટ્રાફિકિંગ હ્યુમન યુનિટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં કોરોના કાળમાં પણ સ્પાની આડમા કૂટણખાના ધમધમતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે પીએસઆઇ અસલમ અન્સારી અને તેની ટીમ દ્વારા વધુ એક વખત સ્પાની આડમાં કુટણખાનુ ચલાવનારાઓની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પીએસઆઇ અસલમ અન્સારીએ જણાવ્યું હતું કે, અમારી ટીમને બાતમી મળી હતી કે દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા પેન્ટાલૂન્સ ગ્રાઉન્ડના ફ્લોરમાં પર્પલ ઓર્ચિડ સ્પા એન્ડ સલૂનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે.



આ પણ વાંચો - રાજકોટ: પ્રેમમાં ઘર છોડનાર યુવતીની દર્દનાક કહાની, 'પ્રેમીએ જેઠ સાથે પત્ની તરીકે રહેવા મજબુર કરી, બંને ભાઇઓએ ગુંદુ કામ કર્યું'

તેમણે જણાવ્યું કે, ચોક્કસ બાતમી મળતા ની સાથે અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવતા ઘટના સ્થળેથી સ્પા સંચાલક જયરાજસિંહ સહદેવ સિંહ ગોહિલ, જયરાજસિંહ વનરાજ સિંહ જાડેજા અને વિવેક મનીષ વેગળ તેમજ બે પરપ્રાંતીય રૂપલલનાઓ મળી આવી હતી. ત્યારે અમારી ટીમ દ્વારા 10000 રૂપિયા રોકડ મોબાઇલ તેમજ ડીવીઆર તો સાથે જ વિદેશી દારૂ ભરેલી અડધી બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોરાજકોટ: જોન્ટીના કૂટણખાના પર રેડ, 60 વર્ષના વૃદ્ધ પણ રૂમમાં રંગરલીયા કરતા ઝડપાતા પોલીસ પણ ચોંકી

ત્યારે પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, એક ગ્રાહક દીઠ તેઓ 3000 રૂપિયા ઉઘરાવતા હતા. જે પૈકી બે હજાર રૂપિયા તેઓ પોતાની પાસે રાખતા હતા જ્યારે કે 1000 રૂપિયા રૂપ લલનાને આપતા હતા. ત્યારે હાલ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ છે કે, આખરે તેઓ કેટલા સમયથી આ પ્રકારનો ગોરખધંધો ચલાવી રહ્યા હતા. આ ગોરખધંધામાં તેમની સાથે વધુ કોઈ આરોપીઓ જોડાયેલા છે કે કેમ, દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલા અન્ય કોઈ દલાલો તેમની સાથે સંકળાયેલા છે કે, કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
Published by:kiran mehta
First published:January 19, 2021, 17:23 pm

ટૉપ ન્યૂઝ