રાજકોટ દેહવ્યાપાર : 'સવારે જ મુંબઈથી સ્વરૂપવાન લલના આવી છે', ગ્રાહકે કહ્યું - 'હોટલ પર લઈ આવી જા'

રાજકોટ દેહવ્યાપાર : 'સવારે જ મુંબઈથી સ્વરૂપવાન લલના આવી છે', ગ્રાહકે કહ્યું - 'હોટલ પર લઈ આવી જા'
રંગીલા રાજકોટમાં રંગીનમિજાજી લોકોને લલનાઓ પુરો પાડતો ઝડપાયો

સવારે જ મુંબઈથી સ્વરૂપવાન આવી છે યુવતી સાથે મોજ-મજા કરવી હોય તો હોટલમાં રૂમ બુક કરાવી ને જાણ કરજો એટલે યુવતી લઈને આવી જઈશ.

  • Share this:
રાજકોટ : શહેર પોલીસે છટકું ગોઠવી રંગીન મિજાજી લોકોને લલનાઓ પૂરી પાડતા એજન્ટની ધરપકડ કરી છે. એજન્ટે સવારે જ મુંબઈથી સ્વરૂપવાન લલના આવી છે તેવું કહ્યું હતું. તો બીજી તરફ ફોન પર રહેલા ડમી ગ્રાહકે હોટલ પર લઈને આવી જાવ એવું કહ્યું હતું.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્પાના ઓઠા હેઠળ દેહ વ્યાપારનો ધંધો ધમધમી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરભરમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર રોક લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસને બાતમી મળી હતી કે મૂળ રાજુલા નો વતની અને હાલ રાજકોટમાં સ્થાયી થયેલો ભરત ઉર્ફે રવિ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ડમી ગ્રાહક ને સાથે રાખી છટકું ગોઠવવામાં આવ્યું હતું.ત્યારે ડમી ગ્રાહક એ જ્યારે લાલના પૂરી પાડતા એજન્ટ ભરત ઉર્ફે રવિ ને ફોન કર્યો ત્યારે એજન્ટે કહ્યું હતું કે સવારે જ મુંબઈથી સ્વરૂપવાન આવી છે યુવતી સાથે મોજ-મજા કરવી હોય તો હોટલમાં રૂમ બુક કરાવી ને જાણ કરજો એટલે યુવતી લઈને આવી જઈશ. તો સાથે જ યુવતીનો ચાર્જ રૂપિયા બે 2000 થશે તેવી પણ વાત કરી હતી. ત્યારે પોલીસે ડમી ગ્રાહક મારફત જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલ પર્લ માં સ્વરૂપવાન લલનાને લઈને આવી જજો.

ત્યારે પોલીસે ગોઠવેલા છટકામાં મુજબ એજન્ટ ભરત ગોહિલ લલના સાથે હોટેલ પર આવી પહોંચ્યો હતો ત્યારબાદ એજન્ટે ગ્રાહક પાસેથી રૂપિયા 2000 લઈને યુવતીને રૂમમાં પણ મોકલી આપી હતી. ત્યારે ડમી ગ્રાહકે પોલીસને સંકેત આપતા પોલીસે આરોપીને ઝડપી લઇ ને યુવતીને તેના સકંજામાંથી મુક્ત કરાવી હતી. પોલીસને આપેલી કબૂલાત મુજબ તે રાજુલાના દુર્લભ નગર નો રહેવાસી છે અને થોડા સમયથી રાજકોટમાં આવીને દેહ વ્યાપાર નું નેટવર્ક શરૂ કર્યું છે. પોલીસે જે યુવતીને મુક્ત કરાવી હતી. તે મુંબઇથી બુધવારના સવારે જ આવી હોવાનું આરોપીએ જણાવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. જ્યારે કેસને મજબૂત બનાવવા માટે યુવતીને સાક્ષી તરીકે સામેલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જો રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કેસ અંતર્ગત વધુ અને સઘન તપાસ કરવામાં આવે તો અલગ અલગ રાજ્યોના દલાલો તેમજ સેક્સ રેકેટ ચલાવતા સપ્લાયરો ના નામ પણ બહાર આવી શકે છે. તેમજ એક મસમોટું સેક્સ રેકેટ નું કૌભાંડ પણ બહાર આવી શકે છે.
Published by:kiran mehta
First published:January 07, 2021, 21:08 pm

ટૉપ ન્યૂઝ