Home /News /kutchh-saurastra /

Property Price Hike: ઘરનું ઘર ખરીદવું પડશે મોંઘુ, બીજી એપ્રિલથી બુકિંગ પ્રાઇઝમાં થશે 10 ટકાનો વધારો

Property Price Hike: ઘરનું ઘર ખરીદવું પડશે મોંઘુ, બીજી એપ્રિલથી બુકિંગ પ્રાઇઝમાં થશે 10 ટકાનો વધારો

ઘરનું ઘરની કિંમત વધશે

House price hike: રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ, ઈલેક્ટ્રિક પાઇપ, ઈલેક્ટ્રિક વાયર, પીવીસી પાઇપ, સેનેટરી ફિટિંગ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ સેકશન, ગ્લાસ સહિતના ભાવમાં વધારો થયો છે.

રાજકોટ: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war effect)ની અસર હવે રિયલ એસ્ટેટ ક્ષેત્ર (Real estate sector)માં પણ હવે જોવા મળી રહી છે. આગામી બીજી એપ્રિલથી રાજકોટ શહેરમાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવું મુશ્કેલ બનશે. આગામી બીજી એપ્રિલથી મકાનના ભાવમાં 10 ટકાનો વધારો કરવામાં આવશે. શા માટે બિલ્ડર એસોસિએશન (Rajkot builder association) તરફથી ભાવ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે અંગે ખાસ અહેવાલ જોઈએ. 22મી ફેબ્રુઆરી 2022થી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે વૈશ્વિક શેરબજારો તેમજ તમામ પ્રકારની મેટલમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ રો-મટિરિયલના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

તમામ વસ્તુઓમાં ભાવ વધારો


રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ, ઈલેક્ટ્રિક પાઇપ, ઈલેક્ટ્રિક વાયર, પીવીસી પાઇપ, સેનેટરી ફિટિંગ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ સેકશન, ગ્લાસ સહિતના ભાવમાં વધારો થયો છે. જેના કારણે બિલ્ડિંગ બનાવનારા બિલ્ડરોની જે પડતર કિંમત હતી તે પડતર કિંમતમાં વધારો થયો છે. જેના કારણે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી બીજી એપ્રિલથી બુકિંગ પ્રાઇસ પર 10 ટકાનો વધારો કરવામાં આવશે.

માર્ચ 2020થી લઇને માર્ચ 2022 સુધીમાં એટલે કે છેલ્લા બે વર્ષમાં રો મટિરિયલ્સના ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ તો 30 ટકાથી લઈ 90 ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે બિલ્ડરોની પડતર કિંમતમાં ખાસ્સો એવો વધારો થયો છે. તેથી આગામી સમયમાં બિલ્ડરોએ ભાવ વધારવાની જરૂરિયાત પડી છે.

આ પણ વાંચો: પીઢ નેતાએ હદ વટાવતા યુવતીના પરિવારજનોએ ઠપકાર્યા, ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતો બનાવ

કઈ વસ્તુની કિંમતમાં કેટલો વધાર થયો?


- સિમેન્ટ એક બેગના ભાવમાં 36% વધારો
- રેતી એક ટનના ભાવમાં 33% વધારો
- કપચી એક ટનના ભાવમાં 29% વધારો
- સ્ટીલ એક કિલોના ભાવ માં 71% વધારો
- ઈલેક્ટ્રિક પાઇપના એક નંગના ભાવમાં 38% વધારો
- ઈલેક્ટ્રિક વાયર અને સ્વીચના ભાવમાં 90% વધારો
- પીવીસી પાઇપના ભાવમાં 50% વધારો
- સેનેટરી ફિટિંગ આઈટમના ભાવમાં 35% વધારો
- ટાઈલ્સના ભાવમાં 35% વધારો
- એલ્યુમિનિયમ સેક્શન બારી એક ચોરસ ફૂટના ભાવમાં 65% વધારો
- કાચ 5MMના ભાવમાં 85% વધારો
- દરવાજાના ભાવમાં 20% વધારો

પરેશ ગજેરાએ શું કહ્યું?


બિલ્ડિંગના નિર્માણ કાર્ય માટે વપરાતા રો-મટિરિયલમાં 30%થી 90%નો વધારો થયો હોવાથી હાલ એફોર્ડેબલ હાઉસિંગમાં 650 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ભાવ વધારવામાં આવશે. જ્યારે પ્રીમિયમ પ્રોજેક્ટમાં 900 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ભાવ વધારવામાં આવશે. જે ભાવ આગામી બીજી એપ્રિલથી લાગૂ કરવામાં આવશે. બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ આ મામલે જણાવ્યું હતું કે, જે લોકોએ પહેલાથી બુકિંગ કરાવી લીધું છે તેમને નવો ભાવ વધારો લાગૂ નહીં પડે. આ વધારો માત્ર એવા લોકોને લાગૂ પડશે જેઓ બીજી એપ્રિલ બાદ નવું બુકિંગ કરાવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Home, Loan, Property, રાજકોટ

આગામી સમાચાર