રાજકોટ : 52 દિવસ પછી કારખાના ફરી ધમધમતા થયા, આટલી શરતોનું પાલન ફરજિયાત

રાજકોટ : 52 દિવસ પછી કારખાના ફરી ધમધમતા થયા, આટલી શરતોનું પાલન ફરજિયાત
રાજકોટમાં કારખાના ફરી ધમધમતા થયા.

સરકારના આદેશ બાદ રાજકોટ જિલ્લા બાદ શહેરમાં પણ કારખાના શરૂ થયા, મંજૂરી મેળવવા ઉદ્યોગકારોનો લાઈનો લાગી.

  • Share this:
રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લા (Rajkot District) બાદ શહેર (Rajkot City)માં પણ ઉદ્યોગો (Industry) શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન (Rajkot Collector Remya Mohan) દ્વારા શહેરના કન્ટેન્મેન્ટ વિસ્તારને બાદ કરતા સમગ્ર શહેરમાં ઉદ્યોગ શરૂ કરાવી દેવામાં આવ્યા છે. બુધવારે મોડી રાત સુધીમાં 250 જેટલા ઉદ્યોગને મંજૂરી આપવામાં આવી છે. આજે વહેલી સવારથી રાજકોટમાં જુદી જુદી 11 જેટલી જગ્યાએ ઉદ્યોગને મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી જુદી જુદી 11 જેટલી જગ્યાઓ પર મોટી સંખ્યામાં ઉદ્યોગકારો મંજૂરીની પ્રક્રિયા મેળવવા લાંબી કતારોમાં ઊભા રહેતાં જોવા મળ્યા હતા.

રાજકોટ એન્જિનીયરિંગ એસોસિએશનની ઓફિસની બહાર મોટી સંખ્યામાં ઉદ્યોગકારો મંજૂરીની પ્રક્રિયા માટે લાંબી લાઇનો લગાવી હતી. આ સમયે એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા તેમને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું તેમજ માસ્ક ફરજિયાત પણે પહેરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસની મહામારીને કારણે છેલ્લા 52 દિવસથી રાજકોટ શહેરના ઉદ્યોગ બંધ હતા. ઉદ્યોગો બંધ રહેવાના કારણે હજારો મજૂરોએ પોતાના વતન પરત ફરવાની ફરજ પડી હતી. ત્યારે બે દિવસ પહેલા અશ્વિનીકુમાર દ્વારા રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં શરૂ કરવામાં આવેલા ઉદ્યોગો માટે જિલ્લા કલેકટર દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવું ઉદ્યોગકારો માટે ફરજીયાત છે.

ઉદ્યોગકારોએ પોતાને ત્યાં આવનાર તમામ મજૂરોની નોંધણી કરાવવી ફરજિયાત છે. મજૂર કે કર્મચારી કારખાને આવે ત્યારે તેમનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપવું ફરજિયાત છે. સાથો સાથ સેનિટાઈઝ કર્યા બાદ જ જે તે મજૂર કે કર્મચારીને કારખાનામાં પ્રવેશ આપવાનું ફરજિયાત કરાયું છે. કારખાનાની અંદર કામ કરતી સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે. કામ શરૂ કરતા પહેલા અને કામ પૂર્ણ કર્યા બાદ કારખાના તેમજ ફેક્ટરીને ડિસઇન્ફેક્ટ કરવી ફરજીયાત છે.ન્યૂઝ18 ગુજરાતીએ સાથે વાતચીતમાં ઓટોમોબાઇલના ધંધા સાથે જોડાયેલા ઉદ્યોગકાર અભિનવ કપૂરે વાતચીત જણાવ્યુ હતુ કે, હાલ તેમને 40% સ્ટાફે પોતાનું કારખાનું શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ સૂચનાઓનું તેઓ પાલન કરી રહ્યા છે. છેલ્લા 52 દિવસથી કારખાનું બંધ રહેવાના કારણે મોટાપાયે આર્થિક નુકસાન થયું છે.
Published by:News18 Gujarati
First published:May 14, 2020, 13:10 pm

ટૉપ ન્યૂઝ