રાજકોટ: ખાનગી સોસાયટીઓ-શાળાઓમાં ટોઇલેટ નહીં હોય તો દંડ થશે

News18 Gujarati
Updated: January 2, 2019, 1:58 PM IST
રાજકોટ: ખાનગી સોસાયટીઓ-શાળાઓમાં ટોઇલેટ નહીં હોય તો દંડ થશે
બંછાનિધી પાનીએ સોસાયટીઓ અને ખાનગી શાળાની મુલાકાત લીધી

સ્કૂલો અને સોસાયટીઓ ઉપરાંત શહેરમાં કાર્યરત્ત કોમ્યુનિટી ટોઇલેટ, પબ્લિક ટોઇલેટની પણ રૂબરૂ મુલાકાત લઇ ટોઇલેટની પરિસ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓની મ્યુનિસિપલ કમિશનરએ સમીક્ષા કરી હતી.

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્થિત વિવિધ ખાનગી સોસાયટીઓ તેમજ તમામ શાળાઓમાં ટોઇલેટ સંબંધી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહયું છે. જેમાં આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જે તે સોસાયટીઓ અને સ્કૂલોમાં ટોઇલેટનિ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

સ્કૂલો અને સોસાયટીઓ ઉપરાંત શહેરમાં કાર્યરત્ત કોમ્યુનિટી ટોઇલેટ, પબ્લિક ટોઇલેટની પણ રૂબરૂ મુલાકાત લઇ ટોઇલેટની પરિસ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓની મ્યુનિસિપલ કમિશનરએ સમીક્ષા કરી હતી.

આ સ્થળ મુલાકાત અંગે વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં બનેલી તમામ ખાનગી સોસાયટીઓમાં ફેરિયાઓ, ડ્રાઈવરો તેમજ અન્ય બહારી મુલાકાતીઓ માટે ટોઇલેટની અલાયદી સુવિધા હોવી આવશ્યક છે. માત્ર એટલું જ નહી, આ ટોઇલેટ ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતિમાં અને પાણીનું કનેક્શન, લાઈટ, વેન્ટીલેશન અને ડોર ક્લોઝર સહિતની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. આ જ રીતે શહેરની તમામ સ્કૂલોમાં બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા તેમજ અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ પણ હોવી જરૂરી છે. જે સોસાયટી અને શાળામાં આ મુજબની સુવિધાઓનો અભાવ હશે તેની પાસેથી મહાનગરપાલિકા દ્વારા પેનલ્ટી વસૂલ કરવામાં આવશે.”

કમિશનરએ વિશેષમાં કહ્યું હતું કે, કોમ્યુનિટી ટોઇલેટ અને પબ્લિક ટોઈલેટમાં બાળકો, મહિલાઓ, હેન્ડીકેપ અને પુરૂષો માટે આવશ્યક એવી અલગ અલગ સુવિધાઓ અને વ્યવસ્થાઓ છે કે કેમ તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
First published: January 2, 2019, 1:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading