રાજકોટઃ વિવિધ ખાદ્ય તેલોના ભાવો આસમાને પહોંચ્યા, સીંગતેલ માટે ચીનને રાખવો પડે છે ભારત ઉપર આધાર


Updated: September 19, 2020, 5:14 PM IST
રાજકોટઃ વિવિધ ખાદ્ય તેલોના ભાવો આસમાને પહોંચ્યા, સીંગતેલ માટે ચીનને રાખવો પડે છે ભારત ઉપર આધાર
પ્રતિકાત્મક તસવીર

ચીનમાં સિંગતેલની એટલી ડિમાન્ડ વધી રહી છે કે જેને કારણે ભારતના સિંગતેલના મોટા વેપારીઓ પોતાનો માલ ચીન મોકલી રહ્યા છે.

  • Share this:
રાજકોટઃ હાલમાં ચીન અને ભારત વચ્ચે તણાવ (Tensions between China and India) ચાલી રહ્યોં છે. પરંતુ વેપારની દ્રષ્ટિએ જોઈએ તો ચીનને (china) સીંગતેલ (Peanut oil) માટે ભારત (India) પર જ આધાર રાખવો પડી રહ્યો છે. હાલના સમયમાં ચીનમાં સીંગતેલની ખૂબ ડિમાન્ડ વધી છે જેથી ભારતમાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ યુક્રેન સહિતના દેશોમાં સનફ્લેવર તેલની અછત હોવાથી ભારતમાં પણ અન્ય તેલોના ભાવો આસમાને પહોંચી ગયા છે.

આમતો અત્યારનો સમય જાણેકે ભારત અને ચીન વચ્ચે ખૂબ નાજુક સંબંધો ચાલી રહ્યા છે. ભારતે ચીનની વસ્તુઓ નહિ વાપરવાની પણ લોકોને સલાહ આપી છે તો મોટાભાગની ચીનની એપ પણ બંધ કરી દેવામાં આવી છે. ભારતમાં ચીનની ઘણી ચીજ વસ્તુઓ મોટાપ્રમાણમાં વેચાઈ રહી છે પરંતુ ખાદ્યતેલની બજારમાં ઉલટી ગંગા જોવા મળી રહીં છે.

આમતો ચીનમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે પરંતુ ચીન સીંગતેલ ભારત માંથી મંગાવે છે. ચીનમાં સિંગતેલની એટલી ડિમાન્ડ વધી રહી છે કે જેને કારણે ભારતના સિંગતેલના મોટા વેપારીઓ પોતાનો માલ ચીન મોકલી રહ્યા છે. જેને કારણે અત્યારના સમયે સિંગતેલનો ભાવ ઘટવો જોઈએ તેટલો ઘટ્યો નથી અને હજી આવનારા દિવસોમાં પણ ચીનની સિંગતેલની ડિમાન્ડ વધારો થશે તેવું પણ વેપારીઓ માની રહ્યા છે. એક અંદાજ મુજબ છેલ્લા 2 થી 3 મહિનામાં ચીનએ 50 હજાર ટન થી વધુ સીંગતેલ મંગાવ્યું છે.

આ પણ વાંચોઃ-FACT Check: શું મોદી સરકાર દરેક ઘર ઉપર ફ્રીમાં સોલર પેનલ લગાવી રહી છે? જાણો સચ્ચાઈ

એક તરફ ચીનમાં સીંગતેલ ખૂબ ડિમાન્ડ હોવાથી ભારતમાં સિંગતેલના ભાવ દરવર્ષ જેટલા ઘટ્યા નથી તો બીજી તરફ છેલ્લા એક મહિનામાં સીંગતેલ ઉપરાંત અન્ય તમામ તેલોમાં ખૂબ મોટો ભાવ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સનફલાવર તેલમાં એક મહિનામાં 400 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મોટાભાગર સનફ્લેવર તેલ યુક્રેન સહિતના દેશોમાંથી ભારતમાં આવે છે પણ યુક્રેનમાં સનફ્લેવર તેલની અછત ઉભી થતા ભારતના વેપારીઓએ સનફ્લાવર તેલનો સંગ્રહ કરી રાખતા ભાવમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ-3 યુવતીઓનો પ્રયણ ત્રિકોણ! એક-બીજા સાથે રહેવા માટે છોડ્યું ઘર અને પછી આવ્યો આવો વળાંકઆ પણ વાંચોઃ-યુવતીઓ માટે અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: FB ઉપર યુવતીને કોલગર્લ દર્શાવી મોબઈલ નંબર કર્યો વાયરલ

 *જો તેલના ભાવમાં વધારો જોઈએ તો*

- સનફ્લેવર તેલમાં 10 કિલોએ 400 રૂપિયાનો વધારો
- સોયાબીન તેલમાં 10 કિલોએ 150 રૂપિયાનો વધારો
- કપાસિયા તેલમાં 10 કિલોએ 150 રૂપિયાનો વધારો
- પામોલિન તેલમાં 10 કિલોએ 125 રૂપિયાનો વધારો

આમ તો છેલ્લા એક મહિનામાં સનફ્લેવર, કપાસિયા, પામોલિન સહિતના તેલમાં 200થી 400 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. જોકે સિંગતેલની આખરી મોસમ ચાલી રહીં છે કેમકે હવે નવી મગફળી બજારમાં આવશે એટલે આ સમયે સિંગતેલનો ભાવ ઘટવો જોઈએ પણ ચીનમાં ડિમાન્ડ હોવાથી ભાવ ઘટ્યો નથી. બીજી બાજુ અન્ય તેલોના ભાવોમાં વધારો નોંધાતા હવે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
Published by: ankit patel
First published: September 19, 2020, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading