Home /News /kutchh-saurastra /

રાજકોટ : બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ, પ્રશ્નપત્રો CCTV અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં

રાજકોટ : બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ, પ્રશ્નપત્રો CCTV અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં

રાજ્યમાં

રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ, પ્રશ્નપત્રો CCTV,પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં સીલ

સમગ્ર રાજ્યમાં આગામી 28 માર્ચ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે આ પરીક્ષાને લઇ તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: સહીત રાજ્ય(State)માં આગામી 28 માર્ચથી (20March)ધોરણ 10 અને 12 (STD 10 & 12)ની પરીક્ષા (Exam)શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા પૂર્વે રાજકોટમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પ્રશ્નપત્રો સીસીટીવી (CCTV)અને પોલીસ બંદોબસ્ત (Police Provision)વચ્ચે સ્ટ્રોંગરૂમમાં સીલ (Strongroom sealed)કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સાથે કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે આગામી 27 માર્ચથી કંટ્રોલરૂમ (Control room)પણ તૈયાર કરવામાં આવશે જે 12 એપ્રિલ (12 April)સુધી કાર્યરત રહેશે.


    સમગ્ર રાજ્યમાં આગામી 28 માર્ચ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષાને લઇ તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષા પૂર્વે પ્રશ્નપત્ર રાજકોટ આવી પહોંચતા રાજકોટ કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે CCTV અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. સાથે આગામી 27 માર્ચમાં કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે જે આગામી 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે.


    આ પણ વાંચો: જામનગર: રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ એનાયત કરાયો

    28 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ધો.10 માં 175 બિલ્ડીંગના 1592 બ્લોક પરથી 47760 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 79 બિલ્ડીંગના 731 બ્લોક પરથી 21930 અને વિજ્ઞાન પ્રવાહમાં 30 બિલ્ડીંગના 359 બ્લોક પરથી 7180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જે તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV હોવાથી ટેબલેટની જરૂર નહિ રહે.




    આ પણ વાંચો: નડિયાદ: યુવતીને ફસાવી વિધર્મી યુવકે મોકલી દીધી દુબઇ, પરત બોલાવી રોજ આચરતો દુષ્કર્મ

    વર્ષે રાજકોટ જેલના 120 જેટલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં ધોરણ 10 માં 90 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 જેટલા કેદી પરીક્ષા આપનાર છે. જે માટે પણ વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોઠવવામાં આવી છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Board exam, Rajkot city, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन