રાજકોટ : 'મનફાવે તેમ ઈ-મેમા ફટકાર્યા', તમારે ઈ મેમો ભરવાનો બાકી છે તો આ સમચાર આપના માટે છે

રાજકોટ : 'મનફાવે તેમ ઈ-મેમા ફટકાર્યા', તમારે ઈ મેમો ભરવાનો બાકી છે તો આ સમચાર આપના માટે છે
પ્રતિકાત્મક તસવીર

યુવા વકીલો આગામી દિવસોમાં આ મામલે લોઅર કોર્ટ અને ત્યારબાદ હાઇકોર્ટમાં જવાની તૈયારી - રાજકોટ શહેર પોલીસે ત્રણ વર્ષમાં સો કરોડથી પણ વધુનો દંડ ઇ મેમો મારફત ઉઘરાવ્યો

  • Share this:
રાજકોટ : શહેર પોલીસ દ્વારા ઈ મેમો અંતર્ગત ફટકારવામાં આવેલા દંડ ની રકમ ભરપાઇ ન કરનારા શખ્સો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ યુવા વકીલો આગામી દિવસોમાં આ મામલે લોઅર કોર્ટ અને ત્યારબાદ હાઇકોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા માત્ર ત્રણ વર્ષના જ સમયગાળામાં સો કરોડથી પણ વધુનો દંડ ઇ મેમો મારફત ઉઘરાવવામાં આવ્યો છે

3 વર્ષના સમયગાળામાં ઉઘરાવાયો 100 કરોડ રૂપિયાનો દંડરાજકોટ સહિત રાજ્યભરના તમામ શહેરો અને જિલ્લામાં ગુનાખોરી અટકાવવા તેમજ ગુનાખોરી શોધવાના ભાગરૂપે આઇવે પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં આઈવે પ્રોજેક્ટ ની શરુઆત 22/09/2017ના રોજ કરવામાં આવી હતી. ત્યારે આઇવે પ્રોજેક્ટ મારફતે 28 ઓક્ટોબર 2020 સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા 100 કરોડ રૂપિયાનો દંડ ઇ મેમો મારફત ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે દંડની રકમનો આંક આજ અઢી મહિના બાદ અનેક ગણો વધી ચુક્યો છે.

પેંડિંગ પડેલા ઇ મેમો નહિ ભરનાર વિરૂદ્ધ દાખલ કરવામાં આવી રહ્યા છે ગુના, તો બીજી તરફ છેલ્લા એક મહિના થી રાજકોટ શહેર પોલીસ દ્વારા પેન્ડિંગ ઇ મેમો મામલે ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જે પ્રેસનોટ જાહેર કરવામાં આવે છે તે પ્રેસનોટ માં પણ સ્પષ્ટપણે કેટલા પેન્ડિંગ મેમો ભરવામાં આવ્યા છે. તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ક્યાં વ્યક્તિ વિરૂદ્ધ કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેની માહિતી પણ આપવામાં આવી રહી છે.

છ મહિના પહેલાના ઇ મેમો અંતર્ગત ફટકારવામાં આવેલ દંડ ની રકમ કાયદા મુજબ આપો આપ રદ થઈ જતી હોવાનો વકીલોનો દાવોત્યારે યુવા લોયર ની ટીમ દ્વારા એક અભિયાન છેડવામાં આવી રહ્યું છે. જેને સોશિયલ મીડિયાના માધ્યમ થી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં વકીલ કિરીટ નકુમે જણાવ્યું હતું કે, આઇવે પ્રોજેક્ટ નો મૂળભૂત હેતુ રાજ્યભરમાં ગુનાખોરી અટકે તેમજ ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ થાય તેનો હતો. પરંતુ જે પ્રકારે રાજકોટ સહિત રાજ્યભરના તમામ મહાનગરોમાં આઇવે પ્રોજેક્ટ મારફતે મનફાવે તે પ્રકારે ખોટા ઇ મેમો ફટકારી દંડ ફટકારવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં યુવા લોયરની ટીમ દ્વારા લોઅર કોર્ટ અને ત્યાર બાદ હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે.

ત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ મેસેજ બાદ યુવા લોયર્સની ટીમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં કોર્ટ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી ઈ મેમોની કાર્યવાહી અંગે શું ચુકાદો આપે છે તે જોવું અતી મહત્વનું બની રહેશે.
Published by:kiran mehta
First published:January 16, 2021, 22:40 pm

ટૉપ ન્યૂઝ