Home /News /kutchh-saurastra /

રાજકોટ : POST ઓફિસમાં નોકરી અપાવવાના કૌભાંડનો પર્દાફાશ, કેવી રીતે આચર્યું કૌભાંડ?

રાજકોટ : POST ઓફિસમાં નોકરી અપાવવાના કૌભાંડનો પર્દાફાશ, કેવી રીતે આચર્યું કૌભાંડ?

આ પ્રકારની છેતરપિંડી થઇ હોય તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

આ પ્રકારની છેતરપિંડી થઇ હોય તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

તસ્વિરમાં દેખાતા આ પોસ્ટ ઓફિસનાં લેટર પેડને જૂઓ. પહેલી નજરે તો પોસ્ટ ઓફિસમાં કાયમી નિમણુંકનું પત્ર હોય તેવું લાગશે. જોકે આ કોઇ કાયમી નિમણુંક પત્ર નહીં પરંતુ આ છે ડમી ઓર્ડર. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને મેંદરડાની દાત્રાણા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા દિપક મુંગટભાઇ ભટ્ટ નોકરી વાંછુકોને રૂપીયા લઇને પોસ્ટ ઓફિસમાં કાયમી નોકરી અપાવે છે, જેથી રાજકોટમાં ભોગબનનારનાં ઘરે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું હતું અને આરોપી દિપક ભટ્ટને રૂપીયા લેવા માટે બોલાવ્યો હતો.

આરોપી દિપક રૂપિયા લેવા આવતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં આરોપી દિપકે જૂનાગઢ અને રાજકોટનાં 50 થી વધુ લોકોને નોકરી આપવાની લાલચ આપીને 75 લાખ રૂપીયાની છેતરપિંડી આચરી હોવાની કબુલાત આપી હતી. હાલ પોલીસે આરોપી દિપક પાસે થી 1 લાખ રોડકા અને પોસ્ટ ઓફિસનાં લેટરપેડ પર પ્રિન્ટ કરેલા નકલી નિમણુંક પત્રો કબજે કરી તપાસ શરૂ કરી છે.

કેવી રીતે આચર્યું કૌભાંડ?

પોલીસનાં કહેવા મુજબ, આરોપી દિપક ભટ્ટ મેંદરડાની દાત્રાણા પોસ્ટ ઓફિસમાં ડાક પોસ્ટ સેવક તરીકે ફરજ બજાવી રહ્યો છે. તેની દિકરીને તાજેતરમાં જ પોસ્ટ ઓફિસમાં નોકરી લાગી હોવાથી લોકોને દિકરીનું પોસ્ટ ઓફિસમાં સેટીંગ કરી નોકરીનું કરાવી આપ્યું છે. કોઇને પોસ્ટ ઓફિસમાં કાયમી નોકરી જોઇતી હોય તો ઉચ્ચ અધીકારીઓ સાથે સેટીંગ ચાલે છે તેમ કહીને લોકોને પોતાનો શિકાર બનાવતો હતો.



સૌરાષ્ટ્રમાં નોકરી વાંછુકો સુધી માઉથ ટુ માઉથ પ્રચાર કરીને સંપર્ક કરતો હતો. નોકરી વાછુક સંપર્કમાં આવે એટલે વિશ્વાસમાં લઇને રૂપીયાની માંગણી કરતો હતો. બે થી અઢી લાખ રૂપીયામાંથી 50 ટકા રૂપીયા લઇ લેતો હતો અને બાકીનાં રૂપિયા કાયમી ઓર્ડર આવે પછી આપજો તેવું કહિ છેતરપિંડી આચરતો હતો.

હાલ પોલીસે આરોપી પાસેથી ડમી નિમણુંક પત્ર પોલીસે કબજે કર્યા છે અને પોસ્ટ વિભાગનો સંપર્ક કરી લેટરપેડનો ગેરઉપયોગ કરી કૌંભાડ આચર્યું હોવાની જાણ કરી છે. હાલ પોલીસ તપાસમાં આરોપી દિપક ભટ્ટે રાજકોટ અને જૂનાગઢનાં 50 નોકરી વાંછુકો સાથે છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે.

જો સૌરાષ્ટ્રમાં કોઇ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી થઇ હોય તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે. જોકે પોલીસ તપાસમાં આરોપી દિપકે રૂપીયા ઐયાસી પાછળ વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસ તપાસમાં કેટલા નવા ખુલ્લાસાઓ થાય છે તે જોવું રહ્યું.
Published by:kiran mehta
First published:

Tags: Rajkot crime branch

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन