'બેટી બચાવો સાયબર ક્રાઈમ સે' રાજકોટમાં પોલીસનો ખાસ સેમિનાર

સાયબર ક્રાઈમ અંગે રાજકોટ શહેરના નાગરીકો ખાસ કરીને સીનીયર સીટીઝન્સ, મહિલાઓ અને વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિશે માહિતગાર કરવામાં આવશે.

News18 Gujarati
Updated: June 18, 2019, 3:52 PM IST
'બેટી બચાવો સાયબર ક્રાઈમ સે' રાજકોટમાં પોલીસનો ખાસ સેમિનાર
સાયબર ક્રાઈમ અંગે રાજકોટ શહેરના નાગરીકો ખાસ કરીને સીનીયર સીટીઝન્સ, મહિલાઓ અને વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિશે માહિતગાર કરવામાં આવશે.
News18 Gujarati
Updated: June 18, 2019, 3:52 PM IST
રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર અજયના આદેશ અનુસાર સાંપ્રત સમયમાં વધતા જતા સાયબર ક્રાઈમ અંગે રાજકોટ શહેરના નાગરીકો ખાસ કરીને સીનીયર સીટીઝન્સ, મહિલાઓ અને વિદ્યાર્થીઓ સાયબર ક્રાઈમ વિશે માહિતગાર થાય તેમજ બેટી બચાવો સાયબર ક્રાઈમ સે જેવા સંવેદનશીલ વિષય અનુસંધાને શુ સાવચેતી રાખવી તે અનુસંધાને રાજકોટ શહેર, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે તેમજ GFSU (ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી)ના સહયોગથી સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામનુ આયોજન કર્યું છે.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના સીનીયર સીટીઝન્સ, મહિલાઓ , તેમજ સાયબર ક્રાઈમનો ભોગ બનેલ વ્યકિતઓ , તેમજ અન્ય નાગરિકોને પધારવા ભાવભીનુ આમંત્રણ છે. જેમાં સાયબર ક્રાઈમને લગતા નાણાકીય ફ્રોડ તેમજ સોશીયલ મીડીયા ક્રાઈમને લગતા વિષયો ઉપર સાયબર ક્ષેત્રના તજજ્ઞો અને GTUના ટેકનિકલ પ્રોફેસર દ્વારા સાયબર ક્રાઈમ અંગે જનજાગૃતિ ફેલાય તે હેતુસર સુચનાઓ તેમજ માર્ગદર્શન આપી સાયબર ક્રાઈમને લગતા વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે.

અહીં ક્લિક કરી વાંચોઃ ભ્રષ્ટાચાર પર વાર : મોદી સરકારે આ 15 સીનિયર અધિકારીને સમય પહેલા હાંકી કાઢ્યા

આ ઉપરાંત સાયબર લૉના તજજ્ઞ એડવોકેટ દ્વારા સાયબરને લગતા કાયદાઓની સમજ કરવામાં આવશે. રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રહેલા અત્યાધુનિક સાયબર ફોરેન્સીક ઉપકરણો જેવા કે એનાલીસીસ એન્ડ ડેટા વીઝ્યુલાઈઝેશન મોડયુલ, ફોરેન્સીક વર્ક સ્ટેશન, ડેટાબેઝ ડ્રીવન ફોરેન્સીક સોફટવેર , ફોરેન્સીક ડીસ્ક ડુપ્લીકેટર, મોબાઈલ ડીવાઈઝ ડેટા એક્ટ્રેકશન ડીવાઈઝ વીથ ક્લાઉડ આર્ટી ફેક્ટ્સ, ફોરેન્સીક ઈમેજીંગ ડીવાઈસ અને સોશીયલ ઈ-ડીસ્કવરી સોફટવેર તેમજ તેના ઉપયોગ અંગે ડેમોંસ્ટ્રેશન આપવામાં આવશે.

આ સિવાય આ કાર્યક્રમમાં પોતાના મોબાઈલ ડેટા રીકવરી અંગે રસ ધરાવતા નાગરિકોને તેમના મોબાઈલ ડેટા રીકવરી પણ કરી આપવામાં આવશે. આ કાર્યક્રમ તમામ વ્યકિતઓ માટે નિ:શુલ્ક રહેશે. તેમજ નીચે આપેલી લીંક ઉપર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. http:/bit.ly/RajkotCyber
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...