Home /News /kutchh-saurastra /રંગીલુ રાજકોટ! સાતમ-આઠમ માટે શહેરમાં દારૂ ઘુસાડવાનું શરૂ, અલગ-અલગ જગ્યાએથી બુટલેગરો ઝડપાયા

રંગીલુ રાજકોટ! સાતમ-આઠમ માટે શહેરમાં દારૂ ઘુસાડવાનું શરૂ, અલગ-અલગ જગ્યાએથી બુટલેગરો ઝડપાયા

ત્રણ અલગ-અલગ જગ્યાએથી ત્રણ બુટલેગરની ધરપકડ

કોઈ કારમાં, કોઈ બુલેટમાં, કોઈ ટાટા 407 વાહનમાં, કોઈ મોટરસાઈકલમાં કરતું હતું દારૂની હેરાફેરી. અલગ અલગ વિસ્તારની પોલીસે આરોપીઓને પકડી પાડ્યા

રાજકોટ : આગામી જનમાષ્ટમીનો તહેવાર રાજકોટ શહેરના લોકો સંપુર્ણ નિર્ભય રીતે ઉજવે અને અસામાજીક પ્રવૃતિ આચરતા લોકો ઉપર વોચ રાખી કોઇ ગેર કાર્યદેસરની પ્રવૃતિ જણાઇ આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા મનોજ અગ્રવાલ પોલીસ કમિશ્નરની સુચનાથી ડી.સી.બી. સ્ટાફને સતત સુચનાઓ આધારે ડીસીબીના સ્ટાફે બાતમીદાર મારફતે મળેલ ચોકકસ બાતમી આધારે રામનગર નજીક ખોખળદળ નદીના પુલથી કોઠારીયા ચોકડી તરફ જવાના રસ્તે સર્વીસ રોડ ઉપર રાજવી પાનની નજીકથી સ્વીફટ ગાડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આરોપી કૃષ્ણરાજસિંહ ઉર્ફે કિશનસિંહ ઝાલાને પકડી પાડેલ છે જેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 750.એમએલની વ્હીસ્કીની કુલ 120 બોટલ જેની કિંમત 33840 તેમજ સ્વીફટ કાર કબ્જે કરી છે. આરોપી આજથી પાંચેક વર્ષ અગાઉ સુરેન્દ્રનગર જીલ્લાના પાણશીણા પો.સ્ટે ખાતે એટ્રોશીટી એકટના ગુનામાં પકડાયેલ છે.

પોલીસ ની બીજી કાર્યવાહીમાં રાજકોટ કુવાડવા રોડ પોલીસની ટીમ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હકિકત આધારે નાકરાવાડી ગામના પાદરે આવેલ બેઠા પુલ પાસેથી શિવા જયંતીભાઇ ઝંઝવાડીયા જાતેને દારૂની 4 બોટલો સાથે પકડી બુલેટ મો.સા તથા મોબાઇલ ફોન સાથે કૂલ 1 લાખથી વધુના મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસ ની ત્રીજી કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા રોડ ગુંદા ગામના પાટિયા પાસેથી 5 લાખનો દારૂ ભરેલું ટાટા 407 વાહન પકડી લઈ એક શખ્સને પકડ્યો છે. પોલિસને મળેલી ખાનગી રાહે મળેલ ચોકકસ હકિકત આધારે રાજકોટ કુવાડવા હાઇવે ગુંદા ગામના પાટીયા પાસેથી ટાટા – 407 માંથી દારૂનો જથ્થો પકડી લીધો છે. પકડાયેલા આરોપીનું નામ દિનેશ મોહનભાઇ મેઘવાળ છે. પોલીસે આરોપી પાસેથી 1200 જેટલી બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત 5 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો છે.

પોલીસે ની ચોથી કાર્યવાહીમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી દ્વારા ભગવતીપરા વિનાયક ફલેટ બાજુના રોડ ઉપર એક્સેસ મો.સા. માંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારુની બોટલો સાથે માહિદ અનવરભાઇ જુણેજાને પકડી લઈ તેની પાસેથી 12 નંગ વિદેશી દારૂની બોટલ, એક મોબાઈલ અને એક મોટરસાઇકલ કબ્જે કર્યું છે.

આ પણ વાંચોરાજકોટની કરૂણ કહાની: 100 દિવસથી પિતા કોમામાં, પુત્ર પેટ પર રમી રહ્યો, પુત્રી રોજ પિતાને ઉઠાડવાનો પ્રયાસ કરે છે

પોલીસ ની પાંચમી કાર્યવાહીમાં શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વ્યક્તિને દારૂના જથ્થા સાથે તાલુકા પોલીસે પકડી પાડેલ છે. તાલુકા પોલીસે હકીકતના આધારે દારૂની 22 બોટલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને હકીકત મળી હતી કે કાલાવાડ રોડ પર કણકોટ પાટિયા પાસે એક વ્યક્તિ કે જેણે લીલા કલરનું ટી-શર્ટ અને બ્લુ કલરનો જીન્સ પહેર્યું છે જેના હાથમાં બે થેલા છે અને આ થેલામાં દારૂની બોટલો રાખેલી છે. હકીકતના આધારે પોલીસે પરીમલ ઉર્ફે પવો સોલંકીની ધરપકડ કરી દારૂની 22 બોટલો કબજે કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Liquor caught, Liquor Raid, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन