રાજકોટ : દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અપનાવી નવી તરકીબ, પોલીસે ઝડપી પાડ્યા


Updated: January 21, 2020, 1:55 PM IST
રાજકોટ : દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અપનાવી નવી તરકીબ, પોલીસે ઝડપી પાડ્યા
પોલીસના હાથ ઝડપાયેલા બુટલેગરો.

હનીફ મલેક અને રાજેશ સોલંકી નામના બંને શખ્સો ઇકો કારમાં મુસાફરોને બેસાડીને હાઇવે પર લોકલ ભાડું કરતા હતા.

  • Share this:
રાજકોટ : આમ તો રાજકોટમાંથી સમયાંતરે દારૂનો જથ્થો પકડાતો જ હોય છે. આ ઉપરાંત દારૂ ઝડપવા માટે પોલીસે સમયાંતરે ચેકિંગ હાથ ધરતી હોય છે, આથી દારૂને હેરાફેરી અને પોલીસથી બચવા માટે બુટલેગરો નવાં નવાં કીમિયા કરતા હોય છે. બુટલેગરો ઘણી વખત ઘરની દીવાલમાં ખાનું બનાવતા હોય છે, તો ઘણીવાર કારમાં ખાના બનાતા હાય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના રાજકોટમાં સામે આવી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચે બે ઇકો કાર ઝડપી પાડી છે, જેમાં ખાના બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઇકો કાર સાથે બે લોકોની ધરપકડ કરી કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

શુ છે મોડ્સ ઓપરેન્ડી?

હનીફ મલેક અને રાજેશ સોલંકી નામના બંને શખ્સો ઇકો કારમાં મુસાફરોને બેસાડીને હાઇવે પર લોકલ ભાડું કરતા હતા. આ રીતે તેઓ મુસાફરોની હેરાફેરીની સાથે સાથે દારૂની પણ હેરાફેરી કરતા હતા. દારૂને છૂપાવવા માટે તેઓયે ઇકો કારમાં અલગ અલગ ખાના બનાવ્યા હતા. આ રીતે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂની હેરાફેરી કરતા હતા.

રાજકોટ ક્રાઈમ બ્રાંચે ચોક્કસ બાતમીને આધારે રાજકોટ ગોંડલ હાઇવે પરથી ઇકો કાર સાથે બે લોકોને ઝડપી પાડ્યાં છે. કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 84 બોટલ પણ મળી આવી છે. પોલીસે બે ઇકો કાર સહિત દારૂની બોટલ અને બે મોબાઇલ કબજે લીધા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસે દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આથી પોલીસની નજરથી બચવા બુટલેગરો પણ દર વખતે અલગ અલગ કીમિયા અપનાવે છે. જોકે, પોલીસ દર વખતે નવાં નવાં કીમિયાને પકડી પાડતી હોય છે.
First published: January 21, 2020, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading