રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરમાં ચાલતા દારૂ અને જુગારના (Gambling place) ધમધમતા હાટડીઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે પોલીસ કમિશનરના આદેશ બાદ બી ડિવિઝન પોલીસ દ્વારા એક, આજીડેમ પોલીસ દ્વારા એક જ્યારે કે થોરાળા પોલીસ (thorala police) દ્વારા બે જેટલા દરોડા પાડી પાંચ મહિલાઓ સહિત કુલ 27 જેટલા જુગારીઓને (Gamblers) ઝડપી પાડવામાં આવ્યા છે.
સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડિયાએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, થોરાળા પોલીસે ઘોડી પાસા તેમજ જાહેરમાં ગંજીપાના હારજીતનો જુગાર રમતા બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરોડા અંતર્ગત થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભાવનગર રોડ ક્રિષ્ના ડાઇનિંગ હોલ સામે આવેલા મયુરનગર મફતિયાપરામાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા 10 જેટલા આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તો સાથે જ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ત્યારે થોરાળા પોલીસ દ્વારા અન્ય એક દરોડા અંતર્ગત ઘોડી પાસાનો જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા પાંચ ઈસમોને આજી જીઆઇડીસી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તો સાથે જ 14 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ-
ત્યારે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાએ જણાવ્યું હતું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તિરુપતિ બાલાજી સોસાયટીના મેઇન રોડ પર ખુલ્લા પ્લોટની સામે આવેલા યુનુસભાઇ અલ્લારખા ભાઈ સોલંકીના મકાનમાં મહિલાઓને એકઠી કરીને જુગાર રમાડવામાં આવી રહ્યો છે. ત્યારે બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ કરતા જુગાર રમાડનાર યુનુસભાઇ અલ્લારખા સોલંકી તેમજ જુગાર રમતી પાંચ જેટલી મહિલાઓ પણ ઝડપાઈ હતી. ત્યારે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ-
ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે, આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એમ ઝાલાને બાતમી મળી હતી કે, દેવકીનંદન સોસાયટી શેરી નંબર સાતમા મગનભાઈ જેરામભાઈ માણસુરીયા નામના વ્યક્તિ પોતાના મકાનમાં જુગાર રમાડી રહ્યા છે.
ત્યારે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતાં મગનભાઈ ના મકાનમાં જુગાર રમતા પાંચ જેટલા શકશો ઝડપાયા છે. ત્યારે આજીડેમ પોલીસ દ્વારા મગનભાઈ સહિત કુલ છ વ્યક્તિઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે તો સાથે જ 15 હજારથી પણ વધુ ની રોકડ કબજે કરી છે.