Home /News /kutchh-saurastra /રાજકોટ: જોન્ટીના કૂટણખાના પર રેડ, 60 વર્ષના વૃદ્ધ પણ રૂમમાં રંગરલીયા કરતા ઝડપાતા પોલીસ પણ ચોંકી

રાજકોટ: જોન્ટીના કૂટણખાના પર રેડ, 60 વર્ષના વૃદ્ધ પણ રૂમમાં રંગરલીયા કરતા ઝડપાતા પોલીસ પણ ચોંકી

રાજકોટ પોલીસે દેહવ્યાપારના ધંધા પર દરોડો પાડ્યો

ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઇ 500 રૂપિયા પોતે રાખતો, ફ્લેટ નંબર 301 માંથી એક રૂમમાંથી બંગાળી યુવતી મળી આવી

રાજકોટ : શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી તિલક હોટલમાંથી દેહ વિક્રિયનો ધંધો કરનાર પતિ-પત્ની ઝડપાયા હતા. ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા રૈયા ધારના 13 માળિયા ક્વાર્ટરમાં દરોડો પાડીને પ્રકાશ ઉર્ફે જોન્ટીની ધરપકડ કરી છે.

થોડાંક સમય પૂર્વે રાજકોટ શહેરના માલવિયા નગર ચોક ખાતે આવેલા તિલક હોટલમાંથી દેહ વ્યાપારનો ધંધો કરનાર દલાલ ઝડપાયો હતો. ત્યારે તેની પૂછપરછમાં ગ્રાહકો પાસે લલના તરીકે જે સ્ત્રીને ગ્રાહકો પાસે પ્રસ્તુત કરતો હતો તે પોતાની જ પત્ની હોવાનું જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે તેણે રેગ્યુલર જામીન અરજી પણ કોર્ટમાં મૂકી હતી. જોકે કોર્ટે તેને પોતાની પત્ની પાસે બદકામ કરવાના કારણે તેની જામીન અરજી નામંજૂર કરી હતી.

આ પણ વાંચો - રાજકોટ : 'મામા પ્રેમિકાના ભાઈને Loveની ખબર પડી ગઈ, 3 લાખ માંગે છે', યુવાનનો આપઘાત

ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પી.એસ.આઇ બીજે ડાંગર અને તેની ટીમ દ્વારા રૈયાધારમાં આવેલા 13 માળીયા કવાર્ટરમા દરોડો પાડ્યો હતો. ત્યારે દરોડા અંતર્ગત ફ્લેટ નંબર 301 માંથી એક રૂમમાંથી બંગાળી યુવતી મળી આવી હતી. જ્યારે કે બીજો રૂમ બંધ હોવાના કારણે પોલીસ દ્વારા ખટખટાવવામાં આવ્યો હતો. ત્યારે બીજા રૂમ માંથી 60 વર્ષના વૃદ્ધ એક મહિલા સાથે મળી આવ્યા હતા. ત્યારે પોલીસે દેહ વ્યાપાર નોંધો ચલાવનાર પ્રકાશ ઉર્ફે જોન્ટી ની ધરપકડ કરી તેના વિરોધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો - રાજકોટમાં શિક્ષિકા પર અત્યાચાર : 'ભાઈ તારી પત્ની પૈસાની લાલચુ છે છૂટાછેડા દઈ દે, બીજી પત્ની ગોતી આપે'

ત્યારે પોલીસે શરૂ કરેલ પૂછપરછમાં આરોપીએ અગાઉ પણ આ પ્રકારના ધંધામાં પકડાયો હોવાની કબુલાત આપી છે. તો સાથે જ ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઇ 500 રૂપિયા પોતે રાખતો હોવાનું પણ જણાવ્યું છે. ત્યારે પોલીસે આરોપી પાસે રહેલ રોકડ તેમજ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ તપાસમાં આરોપી ભૂતકાળમાં પાસા હેઠળ પણ જેલ હવાલે થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ ફરી એક વખત ગુનાખોરીનો રસ્તો અપનાવતા પોલીસે ઝડપી પાડયો છે.
Published by:kiran mehta
First published:

Tags: Police raid

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन