રાજકોટમાં બૂટલેગરો બેફામ! દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, કેરબામાં ભરેલી 960 બોટલો ઝડપાઈ


Updated: March 14, 2020, 2:47 PM IST
રાજકોટમાં બૂટલેગરો બેફામ! દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, કેરબામાં ભરેલી 960 બોટલો ઝડપાઈ
પોલીસે દરોડામાં 80 હજાર રૂપિયાના દજારૂ સાથે હરિયાણાના બૂટલેગરને ઝડપી પાડ્યો છે.

રાજકોટમાં બૂટલેગરો બેફામ! પોલીસને બાતમી મળતા એક દરોડામાં 960 નંગ વિદેશી દારૂ ઝડપાયો

  • Share this:
રાજકોટ : રંગીલા રાજકોટમાં (Rajkot) પોલીસ (Police) દ્વારા અવારનવાર દારૂની (Liquor) રેડ (Raid) પાડવામાં આવી રહી છે. ત્યારે શહેરના ભક્તિનગર (Bhaktinagar Rajkot)વિસ્તારમા દારૂનું કટિંગ થતું હતું તે સમયે જ પોલીસ પહોંચી ગઇ હતી અને કટિંગ થાય એ પહેલા જ ગોકુલ નગરમાં પોલીસે રેડ (Police raid) કરી હતી. પોલીને દરોડામાં અલગ અલગ 20 કેરબામા રાખેલી 960 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસ હરિયાણાના (Hariyana) દીપક રાઘવ (Deepak Raghav) નામના શખ્શ ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ શખ્શો ફરાર થઇ ગયા હતા.

છાશવારે રાજકોટમાં દારૂ ઝડપાઈ રહ્યો છે ત્યારે પોલીસની કાર્યવાહી સામે શહેરમાં બૂટલેગરો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. થોડા સમય પહેલાં પણ રાજકોટમાંથી પોલીસે એક આઈશર અને એક ટાટા સુમો  ભરીને દારૂ ઝડપી પાડ્યો હતો ત્યારે શહેરના બૂટલેગરોમાં પોલીસનો અને કાયદો વ્યવસ્થાનો ડર ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વાર દારૂના જથ્થા સાથે બૂટલેગર ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો : 31મી માર્ચ સુધી સામુહિક મેળાવડાઓ ન કરવા સરકારની જનતાને અપીલ

આ દરોડાની વિગત એવી છે કે  ભક્તિનગર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે દારૂનું કટિંગ થવાનું છે. ત્યારે ભક્તિનગર પોલીસ અધિકારી અને તેની ટીમ દરોડા પાડ્યા હતા. જેમા 80 હજારની કિંમતની 960 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂની બોટલોને અલગ અલગ ૨૦ કેરબામા ગોઠવવામાં આવી હતી.

આ પણ વાંચો : રવીન્દ્ર જાડેજા પર સવાલ ઉઠાવનાર માંજરેકરની 'હકાલપટ્ટી', IPLમાંથી બહાર!

દરોડા દરમિયાન આઇફોન મોબાઈલ સહિત છકડો રિક્ષા મળી હતી. પોલીસે કુલ 5 લાખ 26હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જેમા મુખ્ય માલિક દિપક ઓમપ્રકાશ રાઘવ ઝડપી લેવામા આવ્યો હતો. જોકે અન્ય હરિયાણાનો અનીક છોકર, રીન્કુ, અને રાજકોટનો સિરાજ મુલીયા નામના ત્રણ શખ્શો ફરાર થઇ ગયા હતા. જોકે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દારૂનો જથ્થો કઈ રીતે રાજકોટ આવ્યો અને વધુ કોઈ લોકોની સંડોવણી છેકે કેમ આવા અલગ અલગ મુદાઓને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર ત્રણ શક્શોની પણ શોધખોળ હાથ ધરી છે.
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading