શહિદોને રાજકોટ પોલીસની ‘રક્તાજલિ’: 334 લોકોએ રક્તદાન કર્યું

News18 Gujarati
Updated: February 20, 2019, 10:58 AM IST
શહિદોને રાજકોટ પોલીસની ‘રક્તાજલિ’: 334 લોકોએ રક્તદાન કર્યું
અત્યાર સુધીમાં બ્રાઝીલ, કોલંબિયા, જાપાન, આયરલેન્ડ, અમેરિકામાં કુલ 43 લોકો આવા બ્લડ ગ્રુપ વાળા હોવાની વાત બહાર આવી છે. જો કે આ લોકો પણ જીવનું જોખમ વધુ હોવાના કારણે તેમની ઓળખ ગુપ્ત રખાય છે.

જકોટ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર (મવડી) ખાતે મહા રકતદાન શિબિરમાં ૩૩૪ રકતદાતાઓએ રકતદાન કરી પુલવામા ખાતે શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપી હતી

  • Share this:
રાજકોટ: રાજકોટ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર (મવડી) ખાતે મહા રકતદાન શિબિરમાં ૩૩૪ રકતદાતાઓએ રકતદાન કરી પુલવામા ખાતે શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપી હતી.

જમ્મુ-કાશ્મીર રાજયમાં પુલવામા ખાતે ૧૪ ફેબ્રુઆરીનાં રોજ સી.આર.પી.એફ. નાં કાફલા ઉપર આંતકવાદીઓ દ્રારા આત્મધાતી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સી.આર.પી.એફ.ના ૪૪-જવાનો શહીદ થયા હતા.

રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા બલરામ મીણા, રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી  અનીલ રાણાવસીયા દ્વારા ભારત દેશની રક્ષા કાજે સરહદ પર લડતા જવાનો દેશની સુરક્ષાને અખંડીત રાખવા માટે શહીદ થનારાઓની શહાદતને બિરદાવવા માટે પંડીત દિનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પીટલ, રાજકોટના સહયોગથી જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર નિઃશુલ્ક રકત મળી રહે અને માનવ જીંદગી બચાવી શકાય તે માટે શહીદોના માનમાં એક મહા રકતદાન શિબિરનું આયોજન કર્યુ હતું

આ મહા રકતદાન શિબિરમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ દળનાઅધિકારીઓ અને જવાનો તેમજ વિવિધ ખાતાના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ મળી કુલ ૩૩૪ રકતદાતાઓએ રકતદાન કરી શહીદોને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી.
First published: February 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading