રાજકોટ પોલીસે ગણપતિ બાપાનો વેશ ધારણ કરી હેલમેટ પહેરનાર ચાલકોને લાડુ આપ્યા

રાજકોટમાં (Rajkot) ગણેશ ઉત્સવ (Ganesh Utsav) નિમીતે પોલીસે (Police) અનોખો કાર્યક્રમ કર્યો, ટ્રાફિક પોલીસે (traffic Police) નિયમોનું પાલન કરનારા ચાલકોને સન્માનિત કર્યા

News18 Gujarati
Updated: September 9, 2019, 5:10 PM IST
રાજકોટ પોલીસે ગણપતિ બાપાનો વેશ ધારણ કરી હેલમેટ પહેરનાર ચાલકોને લાડુ આપ્યા
ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા ચાલકને લાડુ ખવડાવી રહેલા જવાનો
News18 Gujarati
Updated: September 9, 2019, 5:10 PM IST
હરિન માત્રાવાડિયા, રાજકોટ : હાલ ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) ચાલી રહ્યો છે તેવા સમયે હેલમેટ (Helmet) ના નિયમનું લોકો વધુ ને વધુ પાલન કરે તેને ધ્યાન માં રાખી રાજકોટ ટ્રાફિક પોલીસ (Rajkot Traffic Police) દ્વારા એક અલગ પ્રકારનો કાર્યક્રમ યોજ્યો હતો. રાજકોટ પોલીસે ટ્રાફિકના નિયમો (Traffic Rule)નું પાલન કરનારા ચાલકોને લાડુનો પ્રસાદ આપી તેમને બિરદાવ્યા હતા. પોલીસે ગણપતિબાપાનો (Ganseh) વેશ ધારણ કરી હેલમેટ પહેરાનારા ચાલકોને લાડુ (Ladoo) પ્રસાદ વહેંચ્યો હતો.

એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ના નિયમો માં ફેરફાર કરી દંડ ની રકમ માં વધારો કરવા વિચારણા ચાલી રહી છે તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ (Traffic Awarness)  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેલમેટ પહેરી વાહન ચલાવતા વાહન ચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  'બાપુ માફી નહીં માંગે,' ઇન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યા

રાજકોટ ટ્રાફિક પોલીસ માં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ગણપતિ બાપા નો વેશ ધારણ કરી જિલ્લા પંચાયત ચોક ખાતે હેલમેટ પહેરી નીકળતાં વાહનચાલકો ને પ્રસાદ રૂપી લાડુ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે તે માટે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે સાથે જ લોકો પણ માની રહ્યા છે કે હેલ્મેટ પહેરવું એ સલામતી નો એક ભાગ છે પરંતુ દંડ વસૂલી પરાણે હેલ્મેટ પહેરાવવું એ યોગ્ય નથી, દંડ ની કિંમત ઓછી વસૂલવામાં આવે તેવો પણ સૂર ક્યાંક જોવા મળ્યો હતો.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...