રાજકોટઃ સામાન્ય રીતે બૂટલેગર (Bootlegger) પોલીસથી (police) બચવા દારૂની હેરાફેરી (Alcohol smuggling) અને વેચાણ કરવા અલગ અલગ કિયાઓ અપનાવતા હોય છે. અત્યાર સુધી આપણે દારૂની હેરાફેરી માટે દૂધના ટેન્કર પાણીના ટેન્કર અથવા તો કોઈ કારમાં ઓળખાણ બનાવી એમાં દારૂની બોટલો છુપાવીને હેરાફેરી કરતા નેતાઓ જોયા હશે. પરંતુ રાજકોટ ગ્રામ્ય પોલીસે અનોખા બૂટલેગરોને પકડી પાડ્યા છે. કે જેઓ દારૂની હેરાફેરી કરવા માટે ગાડીનો ઉપયોગ કરતા હતા અને જેમાં અલગ અલગ જગ્યાઓ પડ્યા ચોરખાનું બનાવી દારૂ છુપાવી તેની હેરાફેરી કરતા હતા.
રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચ (Rajkot local crime branch) દ્વારા ગઈકાલે બાતમીના આધારે 3 બૂટલેગરોને ઝડપી પાડ્યા છે. જસદણ માર્કેટિંગ યાર્ડની (Jasadan APMC) સામેના ભાગમાંથી આ બૂટલેગરો ઝડપી પાડયા છે. પોલીસે બાતમીના આધારે જસદણ માર્કેટિંગ યાર્ડની સામેના ભાગે વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે લક્ઝરિયસ સ્કોડા કાર ત્યાંથી પસાર થતી હતી અને તેને રોકવામાં આવી હતી.
જેમાંથી પ્રાથમિક નજરમાં બધું સામાન્ય લાગતું હતું પરંતુ પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં બૂલેગરે ગાડીમાં અલગ અલગ જગ્યાએ ચોરખાનું બનાવી ત્યાં દારૂની બોટલો સંતાડી હતી અને જે પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે જ્યારે સ્કોડા કારની તલાશી લીધી હતી ત્યારે પાછળની ડેકીમાં કનેક્શન વગરની સીએનજી કીટ રાખવામાં આવી હતી.
આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ
આ પણ વાંચોઃ-કારમાં સેક્સ કરવું કપલને ભારે પડ્યું, covid-19 નિયમના ભંગ બદલ અધિકારીએ ફટકાર્યો રૂં.40,000નો દંડ
જેને ફેરવીને જોતાં તેમાં ચોરખાનું બનાવેલું હતું અને જેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. તો બીજી તરફ તેલની જગ્યાએ નીચેના ભાગે ચોરખાનું બનાવી તેમાં પણ દારૂની બોટલો રાખવામાં આવી હતી જે પણ પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે અલગ-અલગ પ્રીમિયમ બ્રાન્ડની દારૂની 156 બોટલો ઝડપી પાડી હતી. સાથે જ ચાર લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
આ પણ વાંચોઃ-રાજકોટઃ ત્રણ અકસમાતમાં ત્રણના મોત, ભત્રીજાના લગ્ન પહેલા જ કાકાનું મોત, ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા, પરિવાર પર આભ તૂટ્યું
આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો
આરોપી રાજકોટના રણુજા મંદિર પાછળ મફતીયા પરામાં રહે છે. જેમાં ગૌરવ ઉર્ફે ગોવો રમેશ કુકડીયા તેમજ હરિયાણાનો જદર જિલ્લાનો બાલકિશન અને કિશન શર્માની પોલીસે ધરપકડ કરી છે. હરિયાણાના બંને આરોપીઓ હરિયાણાના પાર્સિંગની કારમાં પંજાબની ખોટી નંબર પ્લેટ ગાડી દારૂની ડિલિવરી કરવા માટે આવ્યા હતા.
આ દારૂનો જથ્થો રાજકોટના ગૌરવ થશે ગોવાએ મંગાવ્યો હતો. આ ઉપરાંત પહેલા પણ હરિયાણાના બંને આરોપીઓ દારૂની ખેપ મારી ગયા હોવાની પોલીસને માહિતી મળી છે. હાલ તો પોલીસે ત્રણેય બૂટલેગરોની ધરપકડ કરી છે અને હરિયાણાના બંને આરોપીઓની વધુ પણ પુછપરછ હાથ ધરી છે.